ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : મોહનલાલ ‘સોપાન’ મહેતા


મોહનલાલ ‘સોપાન’ મહેતા  Mohanlal-sopan-Mehta

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

મોહનલાલ તુલસીદાસ મહેતા, ‘સોપાન’ (૧૪-૧-૧૯૧૦, ૨૩-૪-૧૯૮૬): નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક. જન્મ મોરબી તાલુકાના ચકમપરમાં. બાળપણ કરાંચીમાં. અંગ્રેજી બે ધોરણના અભ્યાસ બાદ ૧૯૨૧માં શાળા છોડી. શાળા અને કૉલેજના વ્યવ્સ્થિત શિક્ષણના અભાવમાં જાતે સખત પરિશ્રમથી અભ્યાસ કર્યો. શરૂમાં જુદી જુદી વેપારી પેઢીઓમાં કામ કર્યા પછી પત્રકાર ક્ષેત્રે ઝંપલાવી, ‘પ્રવાસી’, ‘નૂતન ગુજરાત’, ‘જન્મભૂમિ’ દૈનિકોના તેમ જ ‘ઊર્મિનવરચના’, ‘જીવનમાધુરી’, ‘અખંડઆનંદ’, ‘અભિનવભારતી’ વગેરે માસિકોના તંત્રી. મુંબઈમાં અવસાન.

પત્રકારત્વની ગરિમા સાથે અનુભવનિષ્ઠ અને ભાવનાનિષ્ઠ ભૂમિકા પર મુખ્યત્વે કથાસાહિત્યને અખત્યાર કરનાર આ લેખકે જીવનવિચાર અને તત્ત્વવિચારને લક્ષ્ય કર્યા છે. લગભગ પિસ્તાલીસ જેટલા પ્રેરક સાહિત્યગ્રંથો ને વીસ જેટલા રાજકારણાદિ ગ્રંથો આપ્યા છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.