ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : મૂળશંકર મો. ભટ્ટ
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:મૂળશંકર મોહનલાલ ભટ્ટ
(૨૫-૬-૧૯૦૭, ૩૧-૧૦-૧૯૮૪): ચરિત્રલેખક, નિબંધલેખક, અનુવાદક. જન્મસ્થળ અને વતન ભાવનગર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ,
ભાવનગરમાં. ૧૯૨૧માં વિનીત. ૧૯૨૭માં મુખ્ય વિષય સંગીત અને ગૌણ વિષયો હિન્દી-ગુજરાતી સાથે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના સ્નાતક. ૧૯૩૦થી ૧૯૩૯ સુધી
દક્ષિણામૂર્તિ ભવનમાં તથા ૧૯૩૯થી ૧૯૪૫ સુધી તેની ભગિનીસંસ્થા ઘરશાળામાં શિક્ષક તથા ગૃહપતિ. ૧૯૪૫થી ૧૯૫૩ સુધી ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલાના અધ્યાપનમંદિરમાં
શિક્ષક અને આચાર્ય. ૧૯૫૩થી ૧૯૬૪ સુધી લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપક-ગૃહપતિ અને મુખ્ય ગૃહપતિ. નિવૃત્તિ પછી ભાવનગરમાં રહી દક્ષિણામૂર્તિ, લોકશક્તિસંગઠન, ગુજરાત નઈ તાલીમ સંઘ, ગુજરાત આચાર્યકુળ જેવી વિવિધ સંસ્થાઓમાં પ્રમુખ
તરીકે પ્રવૃત્ત. ભાવનગરમાં અવસાન. |