ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : નાનાભાઈ ભટ્ટ
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ, ‘નાનાભાઈ ભટ્ટ’
(૧૧-૧૧-૧૮૮૨, ૩૧-૧૨-૧૯૬૧): આત્મચરિત્રકાર, કથાલેખક. જન્મ ભાવનગરમાં. મૂળ વતન પચ્છેગામ(ભાલ). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ભાવનગરની
શામળદાસ કૉલેજમાંથી ૧૯૦૩માં વેદાંત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૦૭માં એ જ વિષયોમાં મુંબઈથી એમ.એ. પછી એસ.ટી.સી. મહુવાની હાઈસ્કૂલના
આચાર્ય રૂપે નોકરીનો પ્રારંભ. ૧૯૦૮માં શામળદાસ કૉલેજમાં ઇતિહાસ-અર્થશાસ્ત્રના અધ્યાપક. ૧૯૧૦માં ‘દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન’ નામની સંસ્થાની સ્થાપના. ૧૯૩૮માં આંબલા (સોનગઢ)
ગામે નઈ તાલીમ આધારિત ગ્રામ-કેળવણીના નૂતન પ્રયોગ ‘ગ્રામ દક્ષિણામૂર્તિ’ નામની લોકશાળાની સ્થાપના. આને પગલે ગુજરાતમાં અનેક લોકશાળાઓ જન્મી અને
ગ્રામ-કેળવણીમાં ક્રાંતિ થઈ. ૧૯૪૮માં નવા સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ પ્રધાનમંડળમાં, શિક્ષણમંત્રી. ગાંધીજીના નિમંત્રણથી ૧૯૨૬ના અરસામાં સવા વર્ષ માટે ગૂજરાત વિદ્યાપીઠના
કુલનાયક. ૧૯૫૩માં ગ્રામ ઉચ્ચ કેળવણીની સંસ્થા લોકભારતી(સણોસરા)ની સ્થાપના. ૧૯૫૪-૧૯૫૮ દરમિયાન રાજસભાના નિયુક્ત સભ્ય. કેળવણીપ્રદાન અંગે ૧૯૬૦માં
‘પદ્મશ્રી’નો ખીતાબ. લોકભારતી, સણોસરામાં અવસાન. |