ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : પંડિત બેચરભાઈ દોશી
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:બેચરદાસ જીવરાજ પંડિત/દોશી
(૨-૧૧-૧૮૮૯, ૧૧-૧૦-૧૯૮૩): સંશોધક, પાલી, પ્રાકૃત, અપભ્રંશના અભ્યાસી, ભાષાશાસ્ત્રી. જન્મ વળા-વલ્લભીપુરમાં ગુજરાતી છ ધોરણ સુધી અભ્યાસ કરી કાશીની યશોવિજયજી જૈન પાઠશાળામાં ન્યાય,
વ્યાકરણ, સાહિત્ય વગેરેનો અભ્યાસ. કૉલકતાની સંસ્કૃત કૉલેજમાંથી જૈનન્યાય તેમ જ વ્યાકરણ સાથે ‘ન્યાયતીર્થ’ તેમ જ ‘વ્યાકરણતીર્થ’. કોલંબોના વિદ્યોદય પરિવેણમાં
પાલી ભાષાનો અભ્યાસ. પછી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાકૃત અને અપભ્રંશના અધ્યાપક. લા.દ.વિનયન મહાશાળામાં પ્રાકૃતના અદ્યાપક. ૧૯૬૫માં નિવૃત્ત થઈ લા.દ.
ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં માનાર્હ સંશોધક. |