ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : મુનિ પુણ્યવિજયજી


મુનિ પુણ્યવિજયજી  Muni Punyavjayji

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

મુનિ પુણ્યવિજયજી (૨૭-૧૦-૧૮૯૫, ૧૪-૬-૧૯૭૧): સંશોધક, સંપાદક. જન્મ ખેડા જિલ્લાના કપડવંજ ગામમાં. મૂળ નામ મણિલાલ ડાહ્યાભાઈ દોશી. મુંબઈમાં અંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ. ૧૯૦૯માં જૈનધર્મની દીક્ષા. પછી સંસ્કૃત-પ્રાકૃત ભાષાસાહિત્યનો તલસ્પર્શી અભ્યાસ. લીંબડી, પાટણ, છાણી, જેસલમેર અને અમદાવાદના હસ્તપ્રતભંડારોની નોંધપાત્ર વ્યવસ્થાલક્ષી કામગીરી અને એનું કુશળ સંચાલન. હસ્તપ્રતોની માહિતીપૂર્ણ યાદીઓનું પ્રકાશન. નાગરીલિપિના નિષ્ણાત. ૧૯૫૯માં અમદાવાદ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા અધિવેશનના ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ. ૧૯૬૧માં કાશ્મીર ખાતેના, ઑલ ઈન્ડિયા ઓરિએન્ટલ કૉન્ફરન્સના એકવીસમા અધિવેશનમાં પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ. ૧૯૭૦માં અમેરિકાની ઓરિએન્ટલ સોસાયટીના માનાર્હ સભ્ય. પ્રોસ્ટેટની શસ્ત્રક્રિયા બાદ મુંબઈમાં અવસાન.

જૈનધર્મના ઊંડા અભ્યાસી છે. એમની પાસેથી ચિંતનાત્મક નિબંધો અને જૈન સાહિત્યના સંશોધનો – સંપાદનો મળે છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.