ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : રમણલાલ સોની
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:રમણલાલ પીતાંબરદાસ સોની, ‘સુદામો’
(૨૫-૧-૧૯૦૮, ૨૦-૯-૨૦૦૬): બાળસાહિત્યકાર, અનુવાદક. જન્મ મોડાસા તાલુકાના કોકાપુરમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મોડાસામાં. ૧૯૪૦માં આગ્રા યુનિવર્સિટીમાંથી બી.એ.
૧૯૪૫માં બી.ટી. મોડાસા હાઈસ્કૂલમાં શિક્ષક અને આચાર્ય. સત્યાગ્રહની લડતમાં સક્રિય અને જેલગમન. ૧૯૪૫માં નોકરી છોડીને સાહિત્ય અને સમાજહિતનાં કાર્યોમાં વધુ સક્રિય.
ખેડૂતો તથા હરિજનોના ઉદ્ધાર માટે અનેક પ્રવૃત્તિઓનું સંચાલન. ૧૯૫૨થી ૧૯૫૭ સુધી મુંબઈ ધારાસભાના સભ્ય. |