ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : રમેશ પારેખ
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:રમેશ મોહનલાલ પારેખ
(૨૭-૧૧-૧૯૪૦, ૧૭-૫-૨૦૦૬): કવિ, વાર્તાકાર, બાળસાહિત્યકાર. જન્મ અમરેલીમાં. ૧૯૫૮માં પારેખ અને મહેતા વિદ્યાલય, અમરેલીમાંથી મેટ્રિક. ૧૯૬૦થી જિલ્લા પંચાયત,
અમરેલી સાથે સંલગ્ન. આધુનિક સર્જક તરીકેની સર્જનદીક્ષા ૧૯૬૭માં પામ્યા. અનિલ જોશીએ ‘કૃતિ’ના અંકો આપી, એમાં છપાય છે તેવું કશુંક નવું લખવા પ્રેર્યા. એમની
સાથે લેખનચર્ચા ચાલી અને આધુનિકતાની સમજણ ઊઘડી. પડકાર ઝીલ્યો અને નવી શૈલીએ લખતા થયા. ૧૯૭૦માં કુમારચંદ્રક. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત. |