ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : રામપ્રસાદ બક્ષી
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી
(૨૭-૬-૧૮૯૪, ૨૨-૩-૧૯૮૯): વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ જૂનાગઢમાં. વતન મોરબી. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં, માધ્યમિક શિક્ષણ
રાજકોટ-વઢવાણમાં. ૧૯૧૦માં વઢવાણથી મેટ્રિક. ૧૯૧૪માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૧૫થી મુંબઈમાં નિવાસ. ૧૯૨૭થી ૧૯૫૯ સુધી આનંદીલાલ પોદ્દાર હાઈસ્કૂલ,
સાંતાક્રૂઝના આચાર્ય. નિવૃત્તિ બાદ મીઠીબાઈ કૉલેજ, વિલેપાર્લેમાં ગુજરાતીના અધ્યાપક. એમ.એસ. યુનિવર્સિટી, વડોદરામાં ત્રણ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર.
૧૯૭૬-૭૭માં પોરબંદર ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૬૦-૬૪નો નર્મદચંદ્રક. મુંબઈમાં અવસાન. |