ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : રસિકલાલ છો. પરીખ


રસિકલાલ છો. પરીખ  Rasiklal C Parikh

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

રસિકલાલ છોટાલાલ પરીખ (૨૦-૮-૧૮૯૭, ૧-૧૧-૧૯૮૨): કવિ, નાટ્યકાર, વિવેચક, સંપાદક: જન્મ સાદરામાં. ૧૯૧૩માં અમદાવાદથી મેટ્રિક. ૧૯૧૮માં પૂનાથી સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ત્યારબાદ શંકરાચાર્ય સેમિનારમાં ‘કમ્પેરેટિવ સ્ટડી ઑવ રિલિજિયન એન્ડ ફિલોસોફી’ની ફેલોશિપ. પૂનામાં સંસ્કૃત-અંગ્રેજી સાહિત્યનો તથા તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. મુનિશ્રી જિનવિજયજી પાસેથી ઇતિહાસ તેમ જ વ્યાકરણનું અધ્યયન. ૧૯૧૯માં ભાંડારકર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ, પૂનામાં ‘હસ્તલિખિત પ્રતોના વર્ણનાત્મક કેટલૉગ’ના કાર્યમાં સહાયક તરીકે કામગીરી. ૧૯૨૦ના અરસામાં અમદાવાદ આવી ગુજરાતી કેળવણી મંડળની શાળામાં શિક્ષક. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વ મંદિરમાં આચાર્ય. એ દરમ્યાન ‘પુરાતત્ત્વ’, ‘પ્રસ્થાન’ અને ‘યુગધર્મ’ના તંત્રી-સંપાદક. ૧૯૩૦માં વિદ્યાપીઠ છોડી. ૧૯૩૦થી ૧૯૩૭ દરમિયાન સંશોધન, નાટ્યલેખન તેમ જ દેશાટન. ૧૯૩૭માં ગુજરાત વિદ્યાસભાના સહાયક મંત્રી. ૧૯૩૯-૧૯૪૦માં ગુજરાત વિદ્યાસભાના અધ્યક્ષ. ૧૯૪૧થી નિવૃત્તિ સુધી એના નિયામક, ૧૯૪૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૦માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૬૪માં વિલેપાર્લે મુંબઈમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. અમદાવાદમાં અવસાન.

નાટ્યકાર અને વિવેચક તરીકે જાણીતા છે. એમના નાટકો ‘શર્વિલક’ અને ‘મેનાગુર્જરી’ પ્રાણવાન સર્જનો ગણાયાં છે. સંસ્કૃતમંડિત બાહ્ય પરિવેશ અને શૈલી તથા ભવાઈ શૈલીની લાક્ષણિકતાઓ, શિષ્ટ વાણી, વિલક્ષણ નર્મશક્તિ, ગતિશીલ ઘટનાઓ વગેરે ‘શર્વિલક’નો વિશેષ છે. વિવેચનને પણ એમની સંમાર્જિત રૂચિનો લાભ મળ્યો છે. અઘરી વિચારણાનું પણ મુદ્દાસર ને વિશદ નિરૂપણ વિવેચક તરીકેની એમની આગવી પ્રતિભા ઉપસાવે છે. તત્ત્વજ્ઞાન અને ઇતિહાસના ગ્રંથો પણ તેમની પાસેથી મળ્યા છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.