ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : રવિશંકર રાવળ
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:રવિશંકર મહાશંકર રાવળ
(૧-૮-૧૮૯૨, ૯-૧૨-૧૯૭૭): આત્મકથાલેખક, પ્રવાસલેખક. જન્મ ભાવનગરમાં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. ૧૯૧૦માં મેટ્રિક. મુંબઈની આર્ટ સોસાયટીમાં
પાંચ વર્ષના ચિત્રકલાના અભ્યાસમાં ઉત્તીર્ણ થતાં ૧૯૧૬માં મેયો મેડલ. હાજી મોહમ્મદ અલારાખિયાના સંપર્કથી પ્રેરાઈને ૧૯૨૪માં અમદાવાદમાં ‘કુમાર’ કાર્યાલયની સ્થાપના
અને તેનું સંચાલન. સરદાર પટેલ વિશ્વવિદ્યાલય, વડોદરામાં માનાર્હ કલા-અધ્યાપક. કલાપ્રવૃત્તિ માટે ગુજરાત વિદ્યાસભા દ્વારા ૧૯૩૦ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક.
૧૯૬૫માં ભારત સરકારનો પદ્મશ્રી ખિતાબ. ૧૯૭૦માં લલિતકલા અકાદમીના ફેલો. અમદાવાદમાં અવસાન. |