ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : સંતપ્રસાદ (એસ.આર.) ભટ્ટ
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:સંતપ્રસાદ (એસ.આર.) રણછોડદાસ ભટ્ટ
(૨૫-૨-૧૯૧૬, ૨૪-૫-૧૯૮૪): વિવેચક. જન્મ સુરતમાં. સાર્વજનિક હાઈસ્કૂલ, સુરતમાં શાળા-કેળવણી લઈ અંગ્રેજી-સંસ્કૃત વિષયોમાં મુંબઈ યુનિવર્સિટીથી અનુસ્નાતક.
અધ્યાપનનો પ્રારંભ સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈથી. પછી ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટ તથા એલ.ડી. આર્ટસ કૉલેજ અને જી.એલ.એસ. કૉલેજ, અમદાવાદમાં અધ્યાપન.
૧૯૫૬થી બી.ડી. આર્ટસ કૉલેજ સાથે સંલગ્ન. ૧૯૭૮માં એ જ કૉલેજના આચાર્યપદેથી નિવૃત્ત. ત્યારબાદ એ જ કૉલેજના કો-ઓર્ડિનેટર. સાહિત્ય તથા સામાજિક ચિંતન ક્ષેત્રના
ઉત્તમ વક્તા તથા શેક્સપિયરના ઊંડા અભ્યાસી તરીકે સમસ્ત ગુજરાતમાં ખ્યાતિ. અમદાવાદમાં અવસાન. |