ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : શેખાદમ આબુવાલા
![શેખાદમ આબુવાલા Shekhadam Abuwala](/photos/sarjako/Shekhadam-Abuwala.jpg)
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા, ‘શેખાદમ’
(૧૫-૧૦-૧૯૨૯, ૨૦-૫-૧૯૮૫): કવિ, નવલકથાકાર. અમદાવાદમાં જન્મ. ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક. ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે
કારકિર્દીની શરૂઆત. સામ્યવાદી યુવક મહોત્સવ નિમિત્તે મોસ્કો ગયા. ત્યાંથી પોલેન્ડ થઈને ૧૯૫૬થી ૧૯૭૪ સુધી પશ્ચિમ જર્મનીમાં નિવાસ. ત્યાં
‘વોઈસ ઑફ જર્મની’માં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી-ઊર્દૂ સર્વિસનું સંચાલન કર્યું. ભારતમાં પરત આવ્યા પછી પત્રકાર રહ્યા. આંતરડાની બીમારીથી અવસાન. |