ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : સ્નેહરશ્મિ
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:ઝીણાભાઈ રતનજી દેસાઈ, ‘સ્નેહરશ્મિ’
(૧૬-૪-૧૯૦૩, ૬-૧-૧૯૯૧): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર, ચરિત્રકાર, આત્મકથાકાર, સંપાદક. જન્મ વલસાડ જિલ્લાના ચીખલીમાં. ૧૯૨૦માં મેટ્રિકનો અભ્યાસ
અધૂરો છોડી અસહકારની લડતમાં સામેલ. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિનીત. ૧૯૨૬માં ત્યાંથી રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક. ૧૯૨૬-૧૯૨૮ દરમિયાન ત્યાં જ ઇતિહાસ
અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક. ૧૯૩૨-૩૩માં બેએક વર્ષ જેલવાસ. ૧૯૩૪માં મુંબઈમાં વિલેપાર્લેની રાષ્ટ્રીય શાળામાં આચાર્ય. ૧૯૩૮માં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર,
અમદાવાદમાં આચાર્ય અને નિયામક. ૧૯૬૧માં ઉત્તમ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ. ત્રણેકવાર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ. ૧૯૭૨માં મદ્રાસમાં ભરાયેલ ગુજરાતી
સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૬૭નો રણજિતરામ સુવર્ણચન્દ્રક તેમ જ ૧૯૮૫નો નર્મદચન્દ્રક. ગુજરાતી કવિતામાં જાપાનીઝ કાવ્ય હાઈકુના પ્રણેતા. |