નવાં પ્રકાશનો

૨૦૦૭નાં પ્રકાશનો

ગુજરાતી સાહિત્યકોશ
ખંડ ૧, ૨, ૩


ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનો કોશ આજ પર્યંત ઉપલબ્ધ નહોતો. ગુજરાતી સાહિત્ય સાથે સંબંધિત દરેક વસ્તુની માહિતી ઉપલબ્ધ થાય એવો સર્વગ્રાહી બૃહતકોશની દિશામાં આ પ્રયાસ છે. પહેલા ખંડમાં મધ્યકાલીન કર્તાઓ અને કૃતિઓ, બીજા ખંડમાં અર્વાચીન કર્તાઓ અને કૃતિઓ અને ત્રીજા ખંડમાં સાહિત્યપ્રકારો, સાહિત્યપ્રવાહો, પરિબળો, સાહિત્યિક વિભાવનાઓ, વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતી સાહિત્યકોશ: ખંડ ૧

(મધ્યકાળ) ૧૨મી સદીથી ઈ.સ.૧૮૫૦; મુખ્ય સંપાદકો: જયંત કોઠારી, જયંત ગાડીત, સંપાદક: ચંદ્રકાન્ત શેઠ

ગુજરાતી સાહિત્યકોશ: ખંડ ૨

(અર્વાચીનકાળ) ઈ.સ.૧૮૫૦થી ઈ.સ.૧૯૫૦ ; મુખ્ય સંપાદક: ચંદ્રકાન્ત ટોપીવાળા, સંપાદકો: રમણ સોની, રમેશ ર. દવે

ગુજરાતી સાહિત્યકોશ: ખંડ ૩

(સાહિત્ય પ્રકીર્ણ) મુખ્ય સંપાદક: ચંદ્રકાન્ત ટોપીવાળા, સંપાદક: રમેશ ર. દવે

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.