નવાં પ્રકાશનો
૨૦૦૭નાં પ્રકાશનો
હજારીપ્રસાદ દ્વિવેદી
લેખક: વિશ્વનાથપ્રસાદ તિવારી, અનુવાદક: રજનીકાન્ત જોષી, પ્ર.આ.૨૦૦૭, પૃ.૬+૯૦, કિં.રૂ.૩૫/-, ડિમાઈ, કાચું પૂંઠું
સાહિત્ય અકાદમી (નવી દિલ્હી) દ્વારા ભારતીય સાહિત્યના નિર્માતા શ્રેણીની અગિયાર પુસ્તિકાઓ સાહિત્ય પરિષદને પ્રગટ કરવા માટે સુલભ
થઈ છે. તેનો અગિયારમો મણકો ‘હજારીપ્રસાદ દ્વિવેદી’નો છે. આ શ્રેણીની પુસ્તિકાઓ સાહિત્ય અકાદમીએ નિમંત્રણ આપીને પ્રતિષ્ઠિત લેખકો પાસે તૈયાર કરાવી
અંગ્રેજી કે હિંદીમાં પ્રગટ કરી છે. આ પુસ્તિકાનો ગુજરાતી અનુવાદ રજનીકાન્ત જોષીએ કર્યો છે.
ભારતીય મનીષાના પ્રતીક અને સાહિત્ય તથા સંસ્કૃતિના અપ્રતિમ વ્યાખ્યાકાર પં.હજારીપ્રસાદ દ્વિવેદીના વૈભવી વાગ્મયી વ્યક્તિત્વનો પરિચય
હિંદીના કવિસમીક્ષક ડૉ.વિશ્વનાથપ્રસાદ તિવારીએ પ્રસ્તુત કર્યો છે. પં.હજારીપ્રસાદ દ્વિવેદીના શતાબ્દી વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ પુસ્તિકા અભ્યાસીઓને ઉપયોગી થશે.
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.