નવાં પ્રકાશનો

૨૦૦૭નાં પ્રકાશનો

‘પરબ સૂચિ’

સં. ઇતુભાઈ કુરકુટિયા, પારુલ કં. દેસાઈ, રમેશ ર. દવે, પ્ર.આ.૨૦૦૭, પૃ. ૧૪+૪૫૦, કિં.રૂ.૨૬૦/-, ડિમાઈ, પાકું પૂંઠું

ચાર દાયકાથીય વધારે સમયથી પ્રકાશિત થતું ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર ‘પરબ’ ગુજરાતીનાં ઉત્તમ સાહિત્યિક સામયિકોમાં અગ્રસ્થાને રહ્યું છે. કવિતા, વાર્તા, નિબંધ આદિ સર્જનાત્મક કૃતિઓ ઉપરાંત તેમાં પ્રસિધ્ધ થતાં વિવેચનસાહિત્યના અભ્યાસલેખો અને ગ્રંથાવલોકનો આદિ સામગ્રીથી સાંપ્રત ગુજરાતી સાહિત્યની ગતિવિધિનો જીવંત આલેખ મળે છે. આમ હોઈને ‘પરબ’ની વીતેલાં વર્ષોની ફાઈલો સાહિત્યના વર્તમાન તેમ જ ભાવિ જિજ્ઞાસુઓ માટે મહત્ત્વના સ્રોત સમાન છે.

‘પરબ’માં પ્રકાશિત સામગ્રીને આ સૂચિમાં અંકદીઠ, સાહિત્ય-સ્વરૂપ અનુસાર તેમજ કર્તાદીઠ - એમ ત્રિવિધ રીતે વિભાજિત કરીને ઉપયોગ કરનાર જિજ્ઞાસુ અભ્યાસીને સુલભ કરી આપી છે.

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.