નવાં પ્રકાશનો
૨૦૦૮નાં પ્રકાશનો
આંબાવાડી
ગભરુ ભડિયાદરા, પ્ર.આ.૨૦૦૭, પૃ.૧૦+૯૪, કિં.રૂ.૫૦/-, ડિમાઈ, કાચું પૂંઠું
લેખકે પ્રકૃતિસૌંદર્યના લઘુનિબંધો આ સંગ્રહમાં આપ્યા છે. દર્શકે લેખકના ટૂંકા નિબંધો વાંચીને કહ્યું હતું: 'કુદરતી સૌંદર્યના જે નિબંધો છે તે સારા છે.' એમનો અભિપ્રાય મળ્યા પછી
એમણે કુદરતની કેડીએ ચાલવાનું નક્કી કર્યું. તેના પરિણામરૂપ આ નિબંધો આપણને મળે છે. આમ તો લેખક પોતે ભાલની વેરાન ધરતીના વતની; પરંતુ જઈ વસ્યા પ્રકૃતિસૌંદર્ય
જ્યાં અઢળક વેરાયેલું છે એવા દક્ષિણ ગુજરાતમાં આવેલી જુગતરામભાઈની સંસ્થા વેડછીમાં. આ પ્રદેશમાં વીતેલાં એમનાં વર્ષો પ્રકૃતિનાં વિવિધ રૂપો આ નિબંધમાં પ્રગટ્યાં છે.
આ સંગ્રહમાં પ્રકૃતિનાં વિવિધ રૂપોને આલેખાતા અઠ્ઠાવન નિબંધો આપણને મળે છે.
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.