નવાં પ્રકાશનો

૨૦૦૮નાં પ્રકાશનો

ઇતિહાસ, સમાજ અને સાહિત્યમાં ગુજરાત

મકરન્દ મહેતા, પ્ર.આ.૨૦૦૮, ડિમાઈ, કાચું પૂંઠું, પૃ.૮+૧૭૬, કિં.રૂ.૯૦/-

શ્રી મકરન્દ મહેતા કહે છે: 'સાહિત્ય અને સામાજિક શાસ્ત્રોનો અભ્યાસ ઇતિહાસકાર માટે અનિવાર્ય છે. તો ઐતિહાસિક સંદર્ભ વિના આપણે વર્તમાન અને ભવિષ્યને સુપેરે સમજી શકતા નથી.' આમ અહીં પ્રો.મહેતા વિવિધ લેખો દ્વારા ઇતિહાસ, સમાજ અને સાહિત્ય વચ્ચે પ્રવર્તતા આંતર-સંબંધોને ખોલી આપે છે... 'અમદાવાદના સુવિખ્યાત જૈન વેપારી શાંતિદાસનું વસિયતનામું', 'દલપતરામ અને એલેઝાંડર ફોર્બ્સની વિરલ મૈત્રી', 'કોમી એખલાસની ભાવનાની દ્રષ્ટિએ ગાંધીયુગ પહેલાં ગુજરાતમાં વિકસેલો નાગરિક સમાજ', નિઝામુદ્દીન અમીરુદ્દીન કુરેશી અનુદિત 'કૃષ્ણકથા' વગેરે લેખો તેમના ઉપરોક્ત વિધાનને યથાર્થ ઠેરવે છે.

અભ્યાસીઓ આ પુસ્તકને આવકારશે તેવી અપેક્ષા.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.