નવાં પ્રકાશનો

૨૦૦૮નાં પ્રકાશનો

ગુજરાતી કવિતાચયન : ૨૦૦૪

સં.નીતિન વડગામા, પ્ર.આ. ૨૦૦૭, ડિમાઈ, કાચું પૂંઠું, પૃ.૨૨+૧૧૮, કિં.રૂ.૬૫

કાન્ત-બળવંતરાય ગ્રંથમાળાના ચૌદમા મણકા રૂપે ‘ગુજરાતી કવિતાચયન : ૨૦૦૪’ પ્રકાશિત થાય છે. આ ચયનના સંપાદક નીતિન વડગામા કહે છે તેમ “કોઈ એક વર્ષની કવિતાનું સંપાદન વ્યાપક ભાવે કાવ્યસર્જનની પ્રવૃત્તિ કે પ્રાપ્તિનું નિર્ણાયક ભલે જ ન બને; પરંતુ એવું સંપાદન સર્જાતી કવિતાનો આછોપાતળો ચહેરો ઉપસાવી શકે. એ દૃષ્ટિએ જે-તે વર્ષના કવિતાચયનનું મૂલ્ય સ્વીકારવું ઘટે... આજેય યજ્ઞેશ દવે, રાજેશ પંડ્યા કે મનીષા જોષી વગેરે પાસેથી મળતી સુંદર અછાંદસ રચનાઓ સાથે જ મૂકેશ જોષી, મનુષ જોષી, પ્રણવ પંડ્યા કે ચંદ્રેશ મકવાણા જેવા કવિઓની ગીત-ગઝલ રૂપે અવતરતી કવિતાઓને પણ કાન માંડીને સાંભળવા જેવી છે.”
આ ચયનને ભાવકો આવકારશે એવી આશા છે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.