નવાં પ્રકાશનો

૨૦૦૮નાં પ્રકાશનો

ગુજરાતી લઘુકથાસંચય

સં.મોહનદાસ પટેલ, પ્રફુલ્લ રાવલ, પ્ર.આ.૨૦૦૭, પૃ.૨૬+૧૦૦૨, કિં.રૂ.૬૦/-, ડિમાઈ, કાચું પૂંઠું

સાંપ્રત ગુજરાતી સાહિત્યમાં લઘુકથાનું સર્જન વિપુલ પ્રમાણમાં થઈ રહ્યું છે; પરંતુ લઘુકથાના સ્વરૂપની કસોટીમાંથી પાર ઊતરે એવી જૂજ રચનાઓ છે. 1963થી ટૂંકી વાર્તાથી ભિન્ન સાહિત્યપ્રકાર તરીકે, લઘુકથા સ્વીકૃતિ પામી છે. લઘુકથા જીવનની કોઈક ક્ષણિક લાગણી કે સંવેદનાને કેન્દ્રમાં રાખી ચાલે છે. ગુજરાતી ભાષામાં લઘુકથાના આરંભ અને વિકાસમાં શ્રી મોહનલાલ પટેલનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. વર્તમાન સમયમાં ગુજરાતી સાહિત્યમાં લઘુકથાનું જે સર્જન થઈ રહ્યું છે તેની એક પ્રતિનિધિરૂપ મુદ્રા આ સંગ્રહની લઘુકથાઓમાંથી ઊપસે એ હેતુ સંપાદકોએ દ્રષ્ટિ સમક્ષ રાખ્યો છે. વિવિધ વિષયોને આવરી લેતી કુલ છોંતેર લઘુકથાઓનો સંચય અહીં થયો છે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.