નવાં પ્રકાશનો
૨૦૦૮નાં પ્રકાશનો
પન્નાલાલનું પ્રદાન
સં. રઘુવીર ચૌધરી, રમેશ ર.દવે, સંવર્ધિત બી.આ.૨૦૦૮, ડિમાઈ, કાચું પૂંઠું, પૃ.૩૦+૪૦૬, કિં.રૂ.૨૨૦/-
'પન્નાલાલનું પ્રદાન' એ ગ્રંથ ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સર્જક વિશેનો, અભ્યાસીઓ અને સંશોધકો માટે મહત્ત્વનો શ્રદ્ધેય સંદર્ભગ્રંથ - અભ્યાસગ્રંથ બની રહ્યો છે. તેની પ્રથમ
આવૃત્તિ અપ્રાપ્ય થતાં તેની સંવર્ધિત બીજી આવૃત્તિ તૈયાર થતાં અભ્યાસીઓ સમક્ષ મૂકવામાં આવે છે. આ ગ્રંથની પ્રથમ આવૃત્તિમાં પન્નાલાલનાં કેટલાંક પુસ્તકો વિશેના લેખો સમાવી
શકાયા ન હતા તે અભ્યાસલેખો અહીં ઉમેરાયા છે.
'...કોઈ ગજાવાળા અભ્યાસી વિદ્વાને પન્નાલાલના આજ સુધીના સમગ્ર સર્જનને આલોચી-વિવેચી પ્રમાણભૂત અધ્યયન આપ્યું નથી' એ 1985માં વ્યક્ત
થયેલી ઉમાશંકરની અપેક્ષા 'પન્નાલાલનું પ્રદાન'ના ગ્રંથસ્થ વિવેચનોના સંપાદન દ્વારા ફળીભૂત થઈ હતી. તેની બીજી સંવર્ધિત આવૃત્તિ અભ્યાસીઓ સમક્ષ મૂકવામાં આવે છે.
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.