નવાં પ્રકાશનો
૨૦૦૯નાં પ્રકાશનો
ગુજરાતી નાટક
સતીશ વ્યાસ, પ્ર.આ.૨૦૦૯, ડિમાઈ, પાકું પૂંઠું, પૃ.૮+૩૨૬, કિં.રૂ.૧૭૫/-
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર અંતર્ગત શ્રી ભોગીલાલ સાંડેસરા સ્વાધ્યાયપીઠના સંશોધક અધ્યાપક તરીકે વરાયેલા, ગુજરાતીના જાણીતા નાટ્યલેખક અને વિવેચક શ્રી સતીશભાઈ
વ્યાસના સ્વાધ્યાયના ફળસ્વરૂપે 'ગુજરાતી નાટક' (વિવેચન) પ્રકાશિત થાય છે. દલપતરામકૃત 'લક્ષ્મી નાટક'થી આરંભાઈને પરેશ નાયકકૃત નાટક 'ઈ.સ.૨૦૨૨' સુધી વિસ્તરતા આ પુસ્તકમાં ગુજરાતી નાટકના ભરતીઓટ
વિશે જ નહીં, યુગકારી પ્રભાવ અને તેનાં પરિબળો વિશે વિચારણા થઈ. નાટ્યસમીક્ષાની પૂર્વે લેખકે એક વિશિષ્ટ સ્વરૂપ લેખે નાટકની વિલક્ષણતાઓ ચીંધી છે; એટલું જ નહીં, નાટ્યસર્જનની પ્રક્રિયા અને પ્રસ્તુતિનો પણ વિચાર કર્યો છે.
અહીં પારસી નાટકોની વાત છે, તેમજ ઉમાશંકરના અગ્રંથસ્થ 'અનાથ' નાટકની પણ વાત છે. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ગુજરાતી નાટકોનાં સ્થિત્યંતરોનું અહીં આલેખન થયું છે. અપેક્ષા છે નાટ્યલેખન-વિવેચન અને નિર્માણ - ઉભય
પક્ષે કાર્યરત સૌને આ ગ્રંથની સહાય મળશે.
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.