નવાં પ્રકાશનો

૨૦૦૯નાં પ્રકાશનો

યાત્રિક

પ્રબોધકુમાર સાન્યાલ, અનુ.સુજ્ઞા શાહ, પ્ર.આ.૨૦૦૯, ડિમાઈ, કાચું પૂંઠું, પૃ.૮+૧૪૪, કિં.રૂ.૯૫/-

બંગાળી સાહિત્યના ખ્યાતિપ્રાપ્ત સર્જક પ્રબોધકુમાર સાન્યાલ એમની પ્રવાસકથાઓ - ભ્રમણવૃત્તના સર્જક તરીકે જાણીતા છે. એમના પ્રવાસવૃત્ત 'મહાપ્રસ્થાનેર પથે'નો ગુજરાતી અનુવાદ સુજ્ઞાબહેન શાહે તૈયાર કરી આપ્યો છે. આ ભ્રમણવૃત્ત ઉપરથી 'યાત્રિક' નામક સુંદર ફિલ્મ પણ બની હતી. લેખકે ચારધામોની યાત્રાના વિકટ માર્ગનું અને તેની પ્રકૃતિનું અદભુત વર્ણન કરીને એને જીવંત બનાવી છે. યાત્રાના રસ્તે મળેલાં અજાણ્યાં સહયાત્રીઓનાં પાત્રો લેખકે કથામાં ખૂબીથી ગૂંથ્યા છે. લેખક આવાં અજાણ્યાં સહયાત્રીઓ સાથે લાગણીના તંતુથી જોડાય છે, એનું માર્મિક આલેખન કરે છે, જે આ ભ્રમણવૃત્તની આગવી વિશેષતા છે.
સુજ્ઞાબહેન બંગાળી સાહિત્યનાં અભ્યાસી છે. એમણે પૂર્વે પણ બંગાળીમાંથી અનુવાદ કર્યાં છે.
સદગત હીરાલાલ પો.શાહની સ્મૃતિમાં પ્રગટ થયેલ પુસ્તક પ્રકાશન-શ્રેણીનું આ ચોથું પુસ્તક છે. સહૃદય ભાવકો આ ભ્રમણકથાને ઉમળકાભેર આવકારશે એવી અપેક્ષા છે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.