નવાં પ્રકાશનો

૨૦૦૯નાં પ્રકાશનો

ગુજરાતી કવિતાચયન : ૨૦૦૬

સં.વિનોદ જોશી, પ્ર.આ. ૨૦૦૯, ડિમાઈ, કાચું પૂંઠું, પૃ.૧૦+૧૦૬, કિં.રૂ.૭૦

કાન્ત-બળવંતરાય ગ્રંથમાળાના સોળમા મણકા રૂપે ‘ગુજરાતી કવિતાચયન : ૨૦૦૬’ પ્રકાશિત થાય છે. વરસોવરસ થતાં રહેતાં આ ચયનોને ગુજરાતી કવિતાના ચાહકો-ભાવકો તરફથી સારો પ્રતિભાવ મળતો રહ્યો છે. વર્ષ દરમિયાન પ્રગટ થયેલાં ગુજરાતી સામયિકોમાંથી પસાર થઈને આ ‘ગુજરાતી કવિતાચયન : ૨૦૦૬’નું સંપાદન શ્રી વિનોદ જોશીએ કરી આપ્યું છે. વિનોદભાઈ કાવ્યમર્મજ્ઞ છે અને તેમનું કવિતા અને વિવેચનક્ષેત્રે પ્રદાન છે.
આ ચયનને ભાવકો આવકારશે એવી આશા છે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.