નવાં પ્રકાશનો
૨૦૧૦નાં પ્રકાશનો
નહિ વીસરાતા ચહેરા
લે.પ્રફુલ્લ રાવલ, પ્ર.આ.૨૦૦૯, ડિમાઈ, કાચું પૂઠું, પૃ.૧૨+૧૮૪, કિં.રૂ.૧૧૦/-)
'નહિ વીસરાતા ચહેરા' એ પ્રફુલ્લ રાવલના ચરિત્રનિબંધોનો સંચય ગુજરાતી સાહિત્ય પ્રિષદ દ્વારા આચાર્ય કાકાસાહેબ કાલેલકર ગ્રંથાવલિ પ્રકાશન સમિતિના સૌજન્યથી પ્રકાશિત થઈ રહ્યો છે. શ્રી પ્રફુલ્લ રાવલ નિબંધલેખનમાં -વિશેષે ચરિત્રનિબંધો અને
ચરિત્રોના લેખનમાં તેમજ લઘુકથાના સર્જનમાં માહિર છે. આ પુસ્તકમાં સાહિત્યકારોના ચરિત્રો છે, તો સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે સક્રિય વ્યક્તિઓનાં ચરિત્રો પણ છે. ચિત્રકાર, કે પક્ષીવિદ કે વિજ્ઞાનીનો સમાવેશ પણ અહીં થયો છે.
ચરિત્રાત્મક સાહિત્યનો તત્કાલીન સમાજના ઘડતરમાં મહત્ત્વનો ફાળો છે.
સહૃદયો આ પુસ્તકને આવકારશે એવી અપેક્ષા.
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.