નવાં પ્રકાશનો

૨૦૧૧નાં પ્રકાશનો

પારિજાતક

લે.હેમાંગિની રાનડે, પ્ર.આ.૨૦૧૦, ડિમાઈ, કાચું પૂઠું, પૃ.૧૯૯, કિં.રૂ.૧૪૦/-)

સદગત બી.કે.મજમુદારના વસિયતનામામાં પ્રગટ થયેલી, સાહિત્ય અને કલાનાં ક્ષેત્રમાં નવા સર્જકોને ઉત્તેજન આપવાની એમની ઈચ્છાના અનુસંધાનમાં આવેલી શ્રી બી.કે.મજમૂદાર ટ્રસ્ટ પ્રકાશનશ્રેણી અંતર્ગત આ વાર્તાસંગ્રહ 'પારિજાતક' ત્રેવીસમા મણકા રૂપે પ્રગટ થયો છે. શ્રીમતી હેમાંગિની રાનડી લેખનનો આરંભ હિન્દીમાં કર્યો હતો. અને ગુજરાતીમાં પણ વાર્તાલેખનકાર્ય આરંભ્યું છે. તેમની 'ઉનાળો' વાર્તાને વાર્તાનો પ્રતિષ્ઠિત 'કથા' એવૉર્ડ મળેલો છે. આ સંગ્રહની વાર્તાઓમાં નારીચેતનાનાં વિવિધ રૂપો , બાળમાનસ અને આધેડવયના મનુષ્યોનાં સંવેદનો આલેખાયાં છે. હેમાંગિનીબહેનના આ પ્રથમ વાર્તાસંગ્રહને વાર્તારસિક ભાવકો ઉષ્માભેર આવકારશે એવી અપેક્ષા છે.
સહૃદયો આ પુસ્તકને આવકારશે એવી અપેક્ષા.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.