ઇ-ન્યુઝલેટર

નિમંત્રણ: તા.૨૬-૨૭-૨૮ ડિસેમ્બર, ૨૦૦૮

આગામી જ્ઞાનસત્ર


સુજ્ઞશ્રી,
ગુજરાતી સાહિત્ય પરિષદનું પચ્ચીસમું જ્ઞાનસત્ર કીમ એજ્યુકેશન સોસાયટીના નિમંત્રણથી તા.૨૬-૨૭-૨૮ ડિસેમ્બર, ૨૦૦૮ દરમિયાન કીમ (જિ.સુરત) મુકામે શ્રી નારાયણભાઈ દેસાઈના પ્રમુખસ્થાને યોજાશે. જ્ઞાનસત્રમાં ઉદઘાટન બેઠક ઉપરાંત પારિતોષિક વિતરણ, કાવ્યપ્રત્યક્ષ, સરવૈયું, સર્જક વિશેષ : ર.વ.દેસાઈ, સ્વરૂપવિમર્શ : કવિતા તથા સાહિત્ય અને સમાજ વિશેની બેઠકો યોજાશે અને યજમાન સંસ્થા તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે. ઉદઘાટક ભગિની ભાષાના સાહિત્યકાર હશે.

ભાગ લેવા ઈચ્છનાર રૂ.૧૦૦/- ડેલિગેટ ફી અને રૂ.૨૦૦/- ભોજન - ઉતારા ફી પેટે રૂ.૩૦૦/- ભરીને પરિષદ કાર્યાલયમાં નોંધણી કરાવી શકશે. વિદ્યાર્થીઓ આચાર્યશ્રીના પ્રમાણપત્ર સાથે અર્ધી રકમ ભરીને નોંધણી કરાવી શકશે.

- મનસુખ સલ્લા

 

માહિતી: પચ્ચીસમું જ્ઞાનસત્ર

સભ્ય બનો

 

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.

 

અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.

Send your e-mail here, Join for Free

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.