ઇ-ન્યુઝલેટર

ફેબ્રુઆરી ૨૦૧૦

વ્યાખ્યાન



સુજ્ઞશ્રી,
ગ્રંથ ગોષ્ઠિ
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા યોજાતા ગ્રંથગોષ્ઠિ કાર્યક્રમ અંતર્ગત ૧૬ ફેબ્રુઆરીના રોજ જાણીતા આધુનિક વિવેચક અને સર્જક શ્રી શિરીષ પંચાલના વાર્તાસંગ્રહ 'અંચઈ' વિશે શ્રી અજય રાવલ તેમજ સાહિત્ય અકાદમી પુરસ્કૃત વિવેચનગ્રંથ 'વાત આપણા વિવેચનની' વિશે શ્રીમતી ઉષા ઉપાધ્યાહ આસ્વાદલક્ષી વક્તવ્ય આપશે.

સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા 'સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી'નું આયોજન થયું છે.સાહિત્યસિધ્ધાંતની વધુ ને વધુ નિકટ જવાય, પૂર્વ અને પશ્ચિમના કાવ્યવિચારની તુલનાત્મક ચર્ચા થાય તેમજ નૂતન પ્રવાહોની જાણકારી મળે એવો આ શ્રેણીનો ઉદ્દેશ છે. ભાષાસાહિત્યના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ તેમજ રસ ધરાવનારા સૌને આમંત્રણ છે. હવે પછીનું વ્યાખ્યાન ૨૫ ફેબ્રુઆરીના રોજ જાણીતા આધુનિક વિવેચક અને સર્જક શ્રી સુમન શાહ 'સાહિત્યદિધ્ધાંતના સ્વરૂપની વિચારણા'પર આપશે.

આપને હાર્દિક નિમંત્રણ છે.

સ્થળ: ગોવર્ધન સ્મૃતિમંદિર, પરિષદ ભવન, ગુજરાતી સાહિત્ય પરિષદ,
સમય: ૫.૩૦ સાંજે


મંત્રીઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ

 

 

સભ્ય બનો

 

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.

 

અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.

Send your e-mail here, Join for Free

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.