ઇ-ન્યુઝલેટર

સપ્ટેમ્બર ૨૦૧૦

સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી: છઠ્ઠું વ્યાખ્યાન


નોંધ: સંજોગોવશાત આ કાર્યક્ર્મની તારીખ પાછી ઠેલવામાં આવી છે, તેની નોંધ લેવા વિનંતી.


સુજ્ઞશ્રી,

ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા 'સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી'નું આયોજન થયું છે. સાહિત્યસિધ્ધાંતની વધુ ને વધુ નિકટ જવાય, પૂર્વ અને પશ્ચિમના કાવ્યવિચારની તુલનાત્મક ચર્ચા થાય તેમજ નૂતન પ્રવાહોની જાણકારી મળે એવો આ શ્રેણીનો ઉદ્દેશ છે. ભાષાસાહિત્યના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ તેમજ રસ ધરાવનારા સૌને આમંત્રણ છે. આ શ્રેણીનું છઠ્ઠું વ્યાખ્યાન નીચે પ્રમાણે છે:

વિષય: સંસ્કૃત રંગભૂમિ અને ગ્રીક થિયેટર
વક્તા: ડૉ.મહેશ ચંપકલાલ
તારીખ: ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦
સમય: સાંજે ૬.૦
સ્થળ: ગોવર્ધનસ્મૃતિમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ

પારૂલ કંદર્પ દેસાઈ
કાર્યકારી નિયામક
ગુજરાતી સાહિત્ય પરિષદ

 

 

સભ્ય બનો

 

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.

 

અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.

Send your e-mail here, Join for Free

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.