ઇ-ન્યુઝલેટર

ભાષા ટેકનોલૉજી

તા.૬/૧૨/૨૦૧૨ - ડૉ.પ્રસનજીત મજમુદારનું વક્તવ્ય

સુજ્ઞશ્રી, વંદન.
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ભોળાભાઈ પટેલ માતૃભાષા સંવર્ધન કેન્દ્ર અને કમ્પ્યૂટર સોસાયટી ચેપ્ટર, IEEE (ગુજરાત) હેઠળ 'ભાષા ટેકનોલૉજી' વિષય પર ડૉ.પ્રસનજીત મજમુદારના વક્તવ્યનું આયોજન થયું છે. ડૉ.મજમુદાર ગુજરાતી ભાષા માટેના 'સર્ચ-એન્જિન'નું નિદર્શન કરીને તેની અસરકારકતા વિશે ચર્ચા-વિચારણા કરશે.

વિષય: ભાષા ટેકનોલૉજી
વક્તા: ડૉ.પ્રસનજીત મજમુદાર, DA-IICT
તારીખ: ૬ ઠ્ઠી ડિસેમ્બર, ૨૦૧૨, ગુરુવાર, સમય: સાંજે ૫.૩૦ વાગ્યે
સ્થળ: ગોવર્ધનભવનસ્મૃતિમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.

વક્તવ્ય વિશે:
ભારત એ વિવિધ ભાષાઓ ધરાવતો દેશ છે. ભારતીય ઉપખંડની ભાતભાતની ભાષાઓ જોતાં તેને બહુભાષી ખંડ યુરોપ સાથે સરખાવી શકાય. ભૌગોલિક દૃષ્ટિએ ભારતીય ઉપખંડમાં છ દેશો આવેલાં છે: પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, ભૂતાન અને ભારત. ૧-૩ અબજ જેટલી વસ્તી ધરાવતા આ ઉપખંડની સત્તાવાર ભાષાઓ લગભગ પચીસ છે. આ પ્રદેશમાં વધારે બોલાતી ભાષાઓ છે, હિન્દી અને બંગાળી - જેની ગણતરી દુનિયામાં સૌથી વધારે બોલાતી મોખરાની દસ ભાષાઓમાં થાય છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં (૨૦૦૦ થી ૨૦૧૨ સુધીમાં) ભારતીય ભાષાઓ(IL)ના ઈલેક્ટ્રોનીક ડૉક્યુમેન્ટ્સ ૭૦૦ % ની ઝડપે વિકાસ પામી રહ્યા છે. તેથી આ વિકાસને પહોંચી વળવા Information Retrieval systems -ઇન્ફોર્મેશન રિટ્રીવલ સિસ્ટ્મ્સ- વિકસાવવી જ પડે. આ જરૂરિયાતને લઈને, ભારત સરકારે શૈક્ષણિક અને સંશોધક સંસ્થાઓનો રાષ્ટ્રીય સંઘ સ્થાપ્યો છે અને તેમને ભારતીય ભાષાઓ માટે Cross Lingual Information Access (CLIA) સિસ્ટમ રચવાનું કાર્ય સોંપાયું છે. DA-IICT -ધીરૂભાઈ અંબાણી ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ફોર્મેશન એન્ડ કમ્યૂનીકેશન્સ ટેકનોલૉજી- આ સંઘનો એક ભાગ છે અને તેને ગુજરાતી ભાષા માટેની ઈન્ફોર્મેશન એક્સેસ સિસ્ટમ બનાવવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. આ વક્તવ્ય આ કાર્યને લગતા મુદ્દાઓ પર પ્રકાશ પાડશે તેમજ DA-IICT ની IR (Information Retrieval) લેબોરેટરી વિશે જણાવશે.

રસ ધરાવતા સૌને આમંત્રણ.

અરવિંદ ભંડારી
સંયોજક,શ્રી ભોળાભાઈ પટેલ માતૃભાષા સંવર્ધન કેન્દ્ર


રાજેન્દ્ર પટેલ, નીતિન વડગામા, પ્રફુલ્લ રાવલ, કીર્તિદા શાહ, જનક નાયક, માધવ રામાનુજ,
મંત્રીઓ,
ગુજરાતી સાહિત્ય પરિષદ



 

સભ્ય બનો

 

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.

 

અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.

Send your e-mail here, Join for Free

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.