ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ

બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:અનિરુદ્ધ લાલજી બ્રહ્મભટ્ટ
(૧૧-૧૧-૧૯૩૫, ૩૧-૭-૧૯૮૧): વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક. જન્મ પાટણમાં. શાળાશિક્ષણ વડોદરામાં. ૧૯૫૮માં ગુજરાતી-સંસ્કૃત વિષયો
સાથે બી.એ., ૧૯૬૦માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૫૯થી ડભોઈની આર્ટસ કૉલેજમાં અધ્યાપન. ત્યારબાદ બીલીમોરાની કૉલેજમાં પ્રાધ્યાપક. ૧૯૬૮થી ગુજરાત
યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના રીડર. ‘ભૂમિકા’ અને ‘કિમપિ’ સામયિકના તંત્રી. સારા શિક્ષક અને પ્રભાવક વક્તા. લ્યુકેમિયાથી અમદાવાદમાં અવસાન. |