ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : મનસુખલાલ ઝવેરી
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:મનસુખલાલ મગનલાલ ઝવેરી (૩-૧૦-૧૯૦૭, ૨૭-૮-૧૯૮૧): કવિ, વિવેચક. જન્મ જામનગરમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જામનગરમાં. ૧૯૩૧માં મેટ્રિક, ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ૧૯૩૫માં
બી.એ. ૧૯૩૭માં એમ.એ. પ્રારંભમાં રુઈયા કૉલેજ, મુંબઈમાં, પછી ૧૯૪૦-૪૫ દરમિયાન રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં અને ૧૯૪૫-૫૮ દરમિયાન સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં
અધ્યાપન. ૧૯૫૬માં આકાશવાણી, મુંબઈ કેન્દ્રના વાર્તાલાપ નિર્માતા. ૧૯૫૮-૬૩ દરમિયાન પોરબંદરની માધવાણી આર્ટસ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં આચાર્ય. ૧૯૬૬થી ફરી મુંબઈમાં
અધ્યાપન. ૧૯૬૬માં બી.ઈ.એસ. કૉલેજ, કલકત્તામાં આચાર્ય. મુંબઈમાં અવસાન. |