ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : મનુભાઈ જોધાણી


મનુભાઈ જોધાણી Manubhai Jodhani

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

મનુભાઈ લલ્લુભાઈ જોધાણી (૨૮-૧૦-૧૯૦૨, ૧૯૭૯): બાળસાહિત્યકાર, લોકસાહિત્યસંપાદક. જન્મ બરવાળા (તા.ધંધુકા)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ લીંબડીમાં. ૧૯૨૦થી બરવાળામાં શાળાશિક્ષક. ૧૯૩૦માં રાજીનામું આપી સત્યાગ્રહની લડતમાં જોડાયા. ત્યારબાદ અમદાવાદ ખાતે જીવણલાલ અમરશી પુસ્તકવિક્રેતાની પેઢીમાં. ‘સ્ત્રીબોધ’ના સહાયક તંત્રી. ‘સ્ત્રીજીવન’ના તંત્રી.

ઝવેરચંદ મેઘાણી પછી લોકસાહિત્ય અને લોકસાહિત્યના સંશોધન-સંપાદનક્ષેત્રે આ લેખકે મહત્ત્વની કામગીરી કરી છે. તળપદી શૈલીમાં વાર્તારસ સાથે રસલ રજૂઆત કરતી અનેક લોકભોગ્ય શ્રેણીઓ એમણે આપેલી છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.