ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : સુંદરજી બેટાઈ
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:સુંદરજી ગોકળદાસ બેટાઈ, ‘દ્વૈપાયન’, ‘મિત્રાવરુણૌ’
(૧૦-૮-૧૯૦૫, ૧૬-૧-૧૯૮૯): કવિ, વિવેચક. જન્મ વતન જામનગર જિલ્લાના બેટ-દ્વારકામાં. ૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી
બી.એ., ૧૯૩૨માં એલ.એલ.બી., ૧૯૩૬માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. પ્રારંભનાં ચારપાંચ વર્ષ ‘હિન્દુસ્તાન’ ને ‘પ્રજામિત્ર’માં સબએડિટર,
ચારપાંચ વર્ષ મુંબઈની એક સંસ્થામાં આચાર્ય, એ પછી નિવૃત્તિપર્યંત મુંબઈની એસ.એન.ડી.ટી. વિમેન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ઈન્ડિયન પી.ઈ.એન.ના
સભ્ય. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. મુંબઈમાં અવસાન. |