સાહિત્યસર્જક: જયંત ગાડીત
સવિશેષ પરિચય:
જયંત ગાડીત-કૌશિક બ્રહ્મભટ્ટ બદલાતી ક્ષિતિજ (૧૯૮૬) : જયંત ગાડીતની નવલકથા, વાઘરી સમાજના ક્ષેત્રકાર્ય દ્વારા વાઘરી નાયક જીવાભાઈની આસપાસ જુદાં જુદાં ચાર પાત્રોનાં દ્રષ્ટિબિંદુથી આલેખાયેલી આ કથામાં પરસ્પરપૂરક ઘટનાઓનું સંકલન સમુચિત રીતે થયું છે. પેટાદરા જેવા ધૂળિયા ગામમાં રાજકારણનાં પરિબળો મોટા આંચકાઓ લાવી શકે છે અને એની વચ્ચે નાયક જીવાભાઈ પોતાની વાઘરી જ્ઞાતિથી, ઉચ્ચવર્ણોથી, પોતાની શાળાથી અને નપુંસકપણાને કારણે પોતાથી કેવો વિચ્છેદ અનુભવે છે એની વ્યથાનો અહીં આલેખ છે. સમાજ અને રાજકારણની ધરીઓ પર ઊભેલી આ નવલકથા કલાની ધરી પરથી હટવા પામી નથી એ એની વિશેષતા છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી