સાહિત્યસર્જક: ખબરદાર
સવિશેષ પરિચય:
ખબરદાર-ધર્મેન્દ્ર માસ્તર, ‘મધુરમ્’ મલબારીનાં કાવ્યરત્નો (૧૯૧૭) : મલબારી બહેરામજી મહેરવાનજીના કાવ્યગ્રંથોમાંથી અરદેશર ફરામજી ખબરદારે ચૂંટી કાઢેલી કવિતાઓનો સંગ્રહ. એમાં ‘ઈશ્વરસ્તુતિ અને કુદરત’, ‘સ્નેહ સંબંધી’, ‘સંસારસુધારો’, ‘સ્વદેશસેવા સંબંધી’, ‘નીતિ સંબંધી’, ‘નામાંકિત મનુષ્યો સંબંધી’, ‘સંસારની વિચિત્રતા’, ‘ઈશ્વરજ્ઞાન અને ભક્તિ’, ‘હિંદી કાવ્યો’, ‘પારસી શૈલીનાં કાવ્યો’ વગેરે શીર્ષકો હેઠળ કુલ ૧૬૮ જેટલી રચનાઓ સમાવી છે. આ કવિની રચનાઓમાં સુધારક, વિચારક અને નીતિવાદી છાયાઓ જોવાય છે. પ્રારંભમાં શામળ અને દલપતરામની ભાષાનો ભાસ, છતાં પછીથી શિષ્ટ ગુજરાતીની પ્રૌઢ એમની રચનાઓમાં પ્રગટેલી. સંસારસુધારો અને દેશભક્તિ એમનાં ઘણાંખરાં કાવ્યોનાં મૂળ છે.-ચંદ્રકાન્ત ટોપીવાળા ગુજરાતી કવિતાની રચનાકળા (૧૯૪૧) : અરદેશર ફરામજી ખબરદારનો વિવેચનગ્રંથ. ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’ અંતર્ગત અપાયેલાં પાંચ વ્યાખ્યાનોનો એમાં સમાવેશ છે. કે.હ.- ધ્રુવ પછી પદ્યરચના પરની આ બીજી મહત્ત્વની આલોચના છે. ‘કવિતાનું અને કવિતારચનાનું મૂળ’, ‘પ્રાચીન-અર્વાચીન ગુજરાતી કવિતામાં પદ્યવિકાસ’, ‘અર્વાચીન કવિતાનાં વિદેશી પદ્યસ્વરુપો’ ‘અખંડ પદ્યની રચનાના પ્રયોગો અને તેનું સંશોધન’ તેમ જ ‘કવિતાની રચનાવિધિ અને ભાષાસરણી’ એમ કુલ પાંચ રેખામાં આનું વિભાજન છે. ભ્રામક અને પૂર્વગ્રહયુક્ત એકપક્ષી અભિગમ, નિરર્થક તીખાશ અને કટુતા તેમ જ કટુપ્રહારોને બાદ કરતાં સાદી અને સરલ શૈલીએ લખાયેલા, એક જ વિષય પરના સળંગ ગ્રંથ તરીકે આનું ઐતિહાસિક મહત્ત્વ છે.-ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી