સાહિત્યસર્જક: કિશોર જાદવ
સવિશેષ પરિચય:
કિશોર જાદવ-ચંદ્રકાન્ત ટોપીવાળા નિશાચક્ર (૧૯૭૯) : કિશોર જાદવની લઘુનવલ, સામાજિક યા રાજ્કીય સમસ્યાઓના ઉકેલ માટે બહાર તાકતા કથાસાહિત્યની સામે કથાસાહિત્યની પોતીકી જ સમસ્યાના ઉકેલ માટે અંદર તાકતી જે આધુનિક કૃતિઓ અવતરી એમાં આ કૃતિનું સ્થાન છે. આ લેખક અસંબદ્ધની લીલા સંદર્ભે કલ્પન-પ્રતીક દ્વારા સ્વપ્નવાસ્તવ અને વાસ્તવિકતાની મિશ્ર અને ધૂંધળી ભોંય ઉપસાવે છે અને કથાને મિષે બળકટ ભાષાના વિસ્તારો ઊભા કરે છે. આ લઘુનવલમાં કથાનાયક ‘હું’ અનંતલીલા, કમસાંગકોલા અને સાનુલા નામની ત્રણ નોખા નોખા વ્યક્તિત્વવાળી સ્ત્રીઓનાં સંબંધોમાં આવે છે અને તેની ક્રિયાપ્રતિક્રિયારૂપે થતા નીતિનિરપેક્ષ અવૈધ જાતીય વ્યવહારોનું નિરૂપણ આઠ ખંડમાં વહેંચાય છે. સભ્ય સમાજથી દૂરના કોઈ પહાડી પ્રદેશમાં વસતી આદિમજાતિનો સ્થાનિક રંગ આ નવલનું મુખ્ય આકર્ષણ છે.-ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી