સાહિત્યસર્જક: નરહરિ પરીખ
સવિશેષ પરિચય:
નરહરિ પરીખ-ચંદ્રકાન્ત ટોપીવાળા નવલગ્રંથાવલિ (૧૮૯૧) : નવલરામની જીવનકથા સહિત એમના પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ ગ્રંથો-લેખોનું આ સંપાદન ગોવર્ધનરામે ચાર ભાગમાં, હીરાલાલ શ્રોફે શાળોપયોગી આવૃત્તિરૂપે બે ભાગમાં (૧૯૧૧) તથા નરહરિ પરીખે તારણરૂપે (૧૯૩૭) કર્યું છે. પહેલા ભાગમાં નવલરામનાં નાટકો, કાવ્યો અને ભાષાંતરો સંગ્રહાયાં છે. એમાં ‘ભટ્ટનું ભોપાળું’ હાસ્યરસનું ગણનાપાત્ર નાટક છે. ઐતિહાસિક નાટક ‘વીરમતી’, કાવ્યસંગ્રહ ‘બાળલગ્ન- બત્રીસી’, કાવ્યચાતુર્યની રચના ‘અકબર બીરબલ નિમિત્તે હિન્દી કાવ્યતરંગ’, કાલિદાસરચિત ‘મેઘદૂત’નું સરળ રસાળ ભાષાંતર તથા સંસ્કૃતગ્રંથોનાં ભાષાંતરોનો પણ એમાં સમાવેશ છે. બીજા ભાગમાં એમનાં ગ્રંથાવલોકનો, કાવ્યતત્ત્વવિચારણા અને કવિઓની સમીક્ષા છે. ‘ગુજરાત શાળાપત્ર’ તથા અન્ય સામયિકોવર્તમાનપત્રો દ્વારા વિવિધ વિષય-સ્વરૂપને લગતાં ગ્રંથાવલોકનો એમણે કર્યાં છે અને મહદંશે એ નિમિત્તે એમની કાવ્યતત્ત્વવિચારણા પ્રગટ થઈ છે. ભાષા ને ભાષાશાસ્ત્ર તથા કવિ નર્મદ દલપતરામ, પ્રેમાનંદની કવિતા વિશેનાં એમનાં સમીક્ષણો પણ નોંધપાત્ર છે. ત્રીજા ભાગમાં શિક્ષણશાસ્ત્રને લગતા અને ચોથા ભાગમાં વિવિધ વિષયના સામાન્યજ્ઞાનના લેખો સંગ્રહાયા છે. -રવિકાન્ત શુકલ વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી