સાહિત્યસર્જક: પ્રહલાદ પારેખ
સવિશેષ પરિચય:
ફોટો: પ્રહલાદ પારેખ -પ્રસાદ બ્રહ્મભટ્ટ બારી બહાર (૧૯૪૦) : પ્રહલાદ પારેખનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ ગાંધીયુગોત્તર કવિતાને માટે સૌંદર્યાભિમુખતાની દિશા ખોલનારો છે. આથી ડહોળાણ પછીનાં ‘નીતરાં નીર’ એમાં જોવાયાં છે. વળી, તત્કાલીન પરિસ્થિતિ અને યુગચેતનાનું પ્રતિબિંબ જેટલાં મહત્વનાં નથી એટલાં માનવહૃદયના છટકણા ભાવો અને ભાવોનાં તીવ્ર ઇન્દ્રિયગ્રાહ્ય સંવેદનો અહીં મહત્વનાં છે. રચનાઓ મધુર, સુરેખ અને સંવેદ્ય છે. કવિની સૌરભપ્રીતિ અજોડ છે. ‘બનાવટી ફૂલોને’ અને ‘આજ’ એમનાં પ્રસિદ્ધ કાવ્યો છે. વૃત્તબદ્ધ કાવ્યો તથા સૉનેટ સ્વરૂપમાં તેઓ સફળ રહ્યા છે, છતાં એમનાં ગીતોનો લયહિલ્લોળ એમની વિશેષ સિદ્ધિ છે. લાંબા કાવ્યો-કથાકાવ્યોમાં એમને ઝાઝી ફાવટ નથી. ઉમાશંકરે એમની કવિતાની ‘આંખ, કાન અને નાકની કવિતા’ તરીકે સાચી ઓળખ આપી છે. ૧૯૬૦ની બીજી સંવર્ધિત આવૃત્તિમાં કેટલાંક વધુ કાવ્યોનું ઉમેરણ થયું છે. -રવીન્દ્ર ઠાકોર વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી