પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૭

ઓગસ્ટ ૨૦૦૭

શ્રી સુદર્શન આયંગરનું વક્તવ્ય

સાહિત્ય અકાદેમી (દિલ્હી) અને ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે તા.૨૮-૬-૦૭ ના દિવસે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક શ્રી સુદર્શન આયંગરનું ‘Men and Books’ એ શ્રેણીમાં વક્તવ્ય યોજવામાં આવ્યું હતું. શ્રી રાજેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું. પરિષદપ્રમુખ શ્રી કુમારપાળ દેસાઈના પ્રાસંગિક વક્તવ્ય પછી શ્રી આયંગરે આરંભમાં જ જણાવ્યું કે પોતે આજે જે કંઈ છે તેમાં પુસ્તકોનું મોટું યોગદાન છે, જેમાં ગંભીર પુસ્તકો કરતાં સામાન્ય માનવીની જીવનકથાઓ અને કવિ-શાયરોની કૃતિઓમાંથી પોતે વધુ પામ્યા છે. વળી, કોઈ એક-બે પુસ્તકોમાંથી નહીં, પણ જુદા જુદા પ્રકારનાં પુસ્તકોમાંથી તેમણે જાણકારી આત્મસાત કરી છે. સૌથી વધારે હિંદી સાહિત્ય અને હિંદીમાં અનૂદિત સાહિત્યમાંથી પોતે સમજદારી મેળવી છે અને તે માટે તેઓ પોતાના માતાના ઋણી છે તે પણ જણાવ્યું....વધુ વાંચો »

એનીબેન સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ

તા.૨૯-૬-૦૭ની સાંજે શ્રી ધીરુબેન પટેલની ઉપસ્થિતિમાં પરિષદ અંતર્ગત એનીબેન સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિના ઉપક્રમે લેખિકાઓનું મિલન ગોઠવવામાં આવ્યું હતું. આ વર્ષે આ નિધિ ઉપક્રમે લેખિકાઓ માટે વાર્તા-સ્પર્ધાનું આયોજન થયું છે. તે નિમિત્તે લેખિકાઓ મળે અને પોતાની પ્રથમ વાર્તા-રચના કઈ પરિસ્થિતિ કે ઘટના સંદર્ભે અથવા કયા ઉપસ્થિત સંજોગોમાં સર્જાઈ તેની પ્રક્રિયાની વાત કરે; એકબીજાના વાર્તા-રચના પાછળના સ્ત્રોતને જાણે - વિચારે એ હેતુથી...વધુ વાંચો »

શ્રી વ્રજલાલ દવે વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન (સાહિત્યિક)

શ્રી બિપિનભાઈ પટેલે આ વ્યાખ્યાન માટે (તા.૩૦-૬-૦૭) વિશિષ્ટ વિષય રાખ્યો હતો: ‘કરુણા: ઈસુ, ગાંધી અને દોસ્તોયવસ્કીના જીવન અને કવનમાં’. બુધ્ધની કરુણાનો ઉલ્લેખ કરી તેમણે ઈસુ અને ગાંધીની કરુણાની વિભાવનાની વ્યાપકતા અને ઊંડાણની વાત કરી. દોસ્તોયવસ્કીની ત્રણ નવલકથાઓમાંથી ઉપસતી સર્જકની કરુણાને ઉચિત રીતે ઉદઘાટિત કરી આપી...વધુ વાંચો »

સર્જકો સાથે સંવાદ

તા.૧-૭-૦૭ના રોજ હેમંત ધોરડા, જયંતિ દલાલ, દિનેશ ભટ્ટના માર્ગદર્શન હેઠળ મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું હોવા છતાં સાહિત્યગોષ્ઠિની બેઠક મળી હતી...વધુ વાંચો »

ગુજરાતી સાહિત્ય પરિષદ અને અન્ય સંસ્થાઓના સહયોગથી ન્યૂજર્સીમાં યોજાયેલાં પ્રવચનો

ગુજરાતી લિટરરી એકેડમી ઑફ નોર્થ અમેરિકા અને ‘જૈના’ કન્વેન્શન ૨૦૦૭ના સંયુક્ત ઉપક્રમે ન્યૂજર્સીની શેરાટન હોટલના રેરીટન સેન્ટરમાં ૭ મી જુલાઈએ યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત લિટરરી એકેડમી ઑફ નોર્થ અમેરિકા ના પ્રમુખ શ્રી રામભાઈ ગઢવીએ સંસ્થાની પ્રવૃત્તિનો અહેવાલ રજૂ કર્યો હતો, ત્યાર બાદ શ્રી મધુસૂદન કાપડિયાએ નિમંત્રિત વક્તાઓ શ્રી મહેન્દ્ર મેઘાણી અને સ્રી કુમારપાળ દેસાઈનો પરિચય આપ્યો હતો. તે પછી...વધુ વાંચો »

કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મજયન્તી

દર વર્ષની જેમ આ વર્ષે ૨૧ મી જુલાઈના રોજ સાંજે રા.વિ.પાઠક સભાગૃહમાં કવિની જન્મજયન્તીની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી રમેશભાઈ બી. શાહે ‘ઉમાશંકર જોશીના કેળવણીવિષયક વિચારો’ એ વિષય પર વક્તવ્ય આપ્યું. શ્રી ઉમાશંકરને માટે શિક્ષકની જવાબદારી એટલે શું એ મુદ્દાની સુંદર છણાવટ કરી આપી...વધુ વાંચો »

ગની દહીંવાલા વ્યાખ્યાનશ્રેણીનું વ્યાખ્યાન

તા.૨૪-૭-૦૭ સાંજે શ્રી ઉદયન ઠક્કરે ‘૧૭૦૦ ના સરવાળામાં ૧૯૦૦ ની ભૂલ’ એ વિષય પર ગની દહીંવાલા શ્રેણીનું વ્યાખ્યાન આપતાં ગઝલ કઈ દિશામાં નવા વળાંકો લેતી આવી છે તેની વાત તેમની રમૂજભરી શૈલીમાં કરી હતી. તેમણે વિશેષે ઊંચી કક્ષાના કવિઓ જેવા કે શ્રી ચંદ્રકાન્ત શેઠ, શ્રી રાજેન્દ્ર શાહ, શ્રી ઉશનસની ગઝલોમાં પણ થતાં છંદ-ભંગ, ભાષાનું મિશ્રણ, રદીફ-કાફિયાના વિનિયોગની ક્ષતિ વગેરે તે તે કવિની રચનાના ઉદાહરણોથી નિર્દેશ્યાં હતાં...વધુ વાંચો »

લુણાવાડાની આર્ટસ, સાયન્સ અને કૉમર્સ કૉલેજમાં યોજાયેલ ‘નવોદિત સાહિત્યસર્જકો સાથે સંવાદ’

તા.૨૨-૦૭-૦૭ ના રોજ રવિવારે લુણાવાડાની આર્ટસ, સાયન્સ અને કૉમર્સ કૉલેજમાં ‘નવોદિત સાહિત્યસર્જકો સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પરિષદ તરફથી શ્રી સતીશ વ્યાસ અને શ્રી રાજેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી નવસર્જકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું, જ્યારે ડૉ.પ્રવીણ દરજી, પ્રો.કાનજી પટેલ અને વિનોદ ગાંધીએ પણ નવોદિતોને વિશિષ્ટ માર્ગદર્શન આપ્યું હતું...વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.