પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૭

આગામી કાર્યક્રમો

(૧) તા.૧૬-૧૦-૨૦૦૭ - શ્રી સુધાબેન દેસાઈ વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન શ્રી ભરતભાઈ દવે આપશે.

(૨) તા.૩-૧૧-૨૦૦૭ અને ૪-૧૧-૨૦૦૭ - ગુજરાતી સાહિત્ય પરિષદ અને શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ (સાયલા)ના સંયુક્ત ઉપક્રમે સાહિત્ય-સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. સૌને આવવા માટે હાર્દિક નિમંત્રણ છે. વ્યવસ્થા માટે સંપર્ક : શ્રી ચંદ્રકાન્ત વ્યાસ, શ્રીમદ રાજ-સોભાગ આશ્રમ, સોભાગપરા, નેશનલ હાઈવે ૮-એ, સાયલા, જિ.સુરેન્દ્રનગર. ફોન: ૦૨૭૫૫ / ૨૮૦૫૩૩, ૨૮૦૪૩૫, ૨૮૦૮૩૮ મો : ૯૮૨૫૭૫૫૩૦૭

ઓકટોબર ૨૦૦૭

(૧)તા.૨૮ ઑગસ્ટ, ૨૦૦૭ : ‘આપણો સાહિત્યવારસો’ અંતર્ગત દિવંગત ગદ્યસર્જકોની રચનાઓમાંથી પસંદ કરેલા અંશોના પઠનના કાર્યક્રમમાં શ્રી કનુભાઈ જાનીએ શ્રી કનૈયાલાલ મુનશીના સાહિત્ય સર્જન વિશે આરંભમાં ભૂમિકા આપી. પછી ‘પાટણની પ્રભુતા’, ‘પૃથ્વી વલ્લભ’ આદિ નવલકથાઓમાંથી અંશોનું પઠન કર્યું. નાટકોમાંથી તેમણે ‘તર્પણ’ નાટકમાંથી અંશોનું પઠન કરી ચર્ચા પણ કરી.

(૨) તા.૫-૯-૨૦૦૭ : રવીન્દ્રભવનના ઉપક્રમે શ્રી શૈલેષ પારેખે હાર્વર્ડ યુનિવર્સિટીના મ્યુઝિયમમાં સંગ્રહિત રવીન્દ્રભાઈની ‘ગીતાંજલિ’ના અંગ્રેજી અનુવાદની હસ્તપ્રત વિશે વાત કરી. હસ્તપ્રત અને મુદ્રિત અંગ્રેજી ગીતાંજલિના કાવ્યોના પાઠભેદ બતાવી ચર્ચા કરી. બંગાળી ગીતાંજલિની રચનાઓ પણ સાથોસાથ ક્યાંક રજૂ કરી. શ્રી નિરંજન ભગત અને શ્રી ભોળાભાઈ પટેલે પોતાની વિગતો (હસ્તપ્રત વિશેની) અને જાણકારીથી પૂર્તિ કરી.

(૩) તા.૨૩-૯-૨૦૦૭ ગોધરા મુકામે ‘સર્જકો સાથે સંવાદ’ કાર્યક્રમમાં શ્રી રાજેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. નવોદિતો અને અન્ય સર્જકોએ સહર્ષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો - રચનાઓનું પઠન કર્યું હતું.

(૪) તા.૨૫-૯-૨૦૦૭ કવિશ્રી ઉશનસ વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન શ્રી ધીરુભાઈ પરીખે ‘જીવન અને કવિતા’ એ વિષય પર આપ્યું. કલાવાદી કાવ્યરુચિમાં પણ કેવી રીતે જીવનલક્ષીતા અને જીવનદર્શન વણાયેલાં હોય છે તે તેમણે દષ્ટાંતો સાથે દર્શાવ્યું. ....વધુ વાંચો »

લુણાવાડા (પંચમહાલ) વર્કશોપ અહેવાલ

તા.૧૯-૮-૦૭ને રવિવારના રોજ હરિસિધ્ધમાતા, સંતરામપુરના નયનરમ્ય સ્થળે શ્રાવણી છટામાં ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ પ્રેરિત નવોદિત સર્જકો સાથે સંવાદ કાર્યક્રમની નિયમિત રીતે દ્વિતીય માસિક બેઠક મળી. કાર્યક્રમમાં છંદ, અછંદ, લય અને ઢાળ સંદર્ભે સહજ રીતે ઉપસ્થિત વિચાર-વિમર્શ થયો હતો. સંતરામપુરના વ્યવસ્થા કરનાર મિત્રોનો પરિષદ વતી શ્રી નરેન્દ્રભાઈ જોષી અને પ્રો.વેકરિયાએ આભાર વ્યક્ત કર્યો. નોંધ: આ સાથે વર્કશોપમાં ૧૯ મિત્રોએ પ્રતિભાવો આપ્યા હતા. -નરેન્દ્ર જોષી ...વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.