પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૭

આગામી કાર્યક્રમો

ગુજરાતી સાહિત્ય પરિષદ : ૪૪મું અધિવેશન, ૨૦૦૭

ગાંધીનગર કલ્ચરલ ફોરમના યજમાન પદે ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૪મું અધિવેશન તા.૨૧-૨૨, ડિસેમ્બર-૨૦૦૭ દરમિયાન યોજાશે.

અધિવેશનની પૂર્વસંધ્યાએ કાર્યક્રમ

તા.૨૦-૧૦-૦૭, ગુરુવાર

સાંજે ૪.૩૦ વાગ્યે: ગ્રંથયાત્રા
સાંજે ૬.૩૦ વાગ્યે: પુસ્તક પ્રદર્શનનું ઉદઘાટન
વાર્તા-સ્પર્ધાનું ઈનામ વિતરણ (પ્રગતિ મિત્રમંડળ, કાંદીવલી, મુંબઈ)
રાત્રે ૮.૩૦ વાગ્યે: સ્થાનિક સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ


અધિવેશન બેઠક સવારે ૧૦.૦૦ કલાકે (તા.૨૧-૧૨-૨૦૦૭, શુક્રવાર)

તા.૨૧-૧૨-૨૦૦૭, શુક્રવાર

પ્રથમ બેઠક: નવલકથા. બપોરે ૨.૩૦ કલાકે
વિભાગીય અધ્યક્ષ: શ્રી દિનકર જોશી
વક્તા: શ્રી ઈલા આરબ મહેતા
  શ્રી બિંદુ ભટ્ટ
રાત્રિ બેઠક: આસ્વાદ. રાત્રે ૮.૦૦થી ૧૦.૦૦
અધ્યક્ષ: શ્રી પરેશ નાયકતા.૨૨-૧૨-૨૦૦૭, શનિવાર

બીજી બેઠક: વિવેચન. ૧૦.૦૦ કલાકે
વિભાગીય અધ્યક્ષ: શ્રી રમણ સોની
વક્તા: શ્રી રમેશ ઓઝા
  શ્રી બાબુ સુથાર
  શ્રી કે.બી.શાહ
ત્રીજી બેઠક: સુંદરમ શતાબ્દી વંદના. બપોરે ૨.૦૦ કલાકે
વિભાગીય અધ્યક્ષ: શ્રી હરિકૃષ્ણ પાઠક
ગીત: શ્રી હર્ષદ ત્રિવેદી
કવિતા: શ્રી વિનોદ જોષી
વાર્તા: શ્રી યોગેશ જોષી
વિવેચન: શ્રી રવીન્દ્ર પારેખ
સમાપન બેઠક: ૪.૩૦ કલાકે

અધિવેશનમાં આવવા માંગતા ડેલિગેટોએ ભોજન-ઉતારા-ફી રૂ.૨૦૦/- તથા ડેલિગેટ ફી રૂ.૧૦૦/- ભરવાના રહેશે. વિદ્યાર્થીઓને ૫૦ ટકા કન્સેશન મળશે. (કાર્યક્રમનો અહેવાલ રજૂ કરે તે વિદ્યાર્થીને સર્ટીફિકેટ આપવામાં આવશે.) ભોજન-ઉતારા ડેલિગેટ ફી તા.૧૫-૧૨-૦૭ સુધીમાં પરિષદ કાર્યાલયમાં ભરી દેવામાં આવે તો વિશેષ અનુકૂળતા રહેશે.

મધ્યસ્થ અને કારોબારીની બેઠક તા.૨૨-૧૨-૦૭ના રોજ અધિવેશન સ્થળે સવારે ૮.૩૦ કલાકે મળશે.

નવેમ્બર ૨૦૦૭

(૧) રવીન્દ્રભવનના ઉપક્રમે તા.૩-૧૦-૦૭ના રોજ રવીન્દ્રનાથના કાવ્ય ‘એકાધારે તુમિઈ આકાશ, તુમિ નીડ’નો ત્રણ વક્તાઓએ અનિલા દલાલ, ભોળાભાઈ પટેલ અને નિરંજન ભગત - પોતાની દષ્ટિએ આસ્વાદ કરાવ્યો અને અર્થઘટન રજૂ કર્યું. આ નવા ઉપક્રમને શ્રોતાઓએ આનંદથી માણ્યો અને વધાવ્યો.
(૨) તા.૫-૧૦-૨૦૦૭ના રોજ વલસાડ મુકામે ત્યાંની આર્ટ્સ કૉલેજના સહયોગમાં શ્રી વ્રજલાલ દવે (સાહિત્યિક) વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન શ્રીમતી સુધાબહેન પંડ્યાએ ‘કાન્તનાં કાવ્યો’ પર આપ્યું. કાન્તનું ચિંતન એમનાં કાવ્યોમાંથી જે રીતે ઉપસે છે તેની સુંદર છણાવટ કરી. કાન્તનાં ખંડકાવ્યો અને અન્ય કાવ્યોમાં નિયતિની ક્રૂરતાને કારણે જે કરુણરસ વ્યાપ્ત છે તે વિશે હૃદ્યં વિશ્લેષણ કર્યું.
(૩) તા.૨૩-૧૦-૨૦૦૭ના રોજ શ્રીમતી સુધાબહેન દેસાઈ વવ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન પરિષદના ગોવર્ધન સ્મૃતિમંદિરમાં શ્રી ભરત દવેએ ‘આપણી રંગભૂમિ: રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં’ વિષય પર આપ્યું. તેમણે ખૂબ વિશદ રીતે અનેક દષ્ટાંતો આપી આપણી ગુજરાતી રંગભૂમિ અન્ય ભારતીય ભાષાઓની રંગભૂમિની તુલનામાં ક્યાં ઊભી છે તેની વાત કરી. આપણી રંગભૂમિની કેટલીક મર્યાદાઓ નિર્દેશી તેના ભાવિ વિકાસની જે સંભાવનાઓ છે તે પણ સ્પષ્ટપણે નાટકલેખન, દિગ્દર્શન, મંચન વગેરેનાં ઉદાહરણો આપી રજૂ કરી. ભરતભાઈએ આપેલા વિદ્વત્તાપૂર્ણ આલેખથી સૌ સંતુષ્ટ હતાં. પ્રમુખશ્રી કુમારપાળભાઈએ સમાપન કર્યું.ગોધરામાં નવોદિત સર્જકો સાથે સંવાદ

ગુજરાતી સાહિત્ય પરિષદ, કે.જી.પરમાર વિદ્યાલય અને શેઠ પી.ટી.આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ ગોધરાના ઉપક્રમે કે.જી.પરમાર વિદ્યાલયના સંકુલમાં નવોદિત સર્જકો સાથે સંવાદ કાર્યક્રમ ગોધરા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૧૭ નવસર્જકોએ પોતાની રચનાઓ રજૂ કરી હતી. ૩૫ સાહિત્ય રસિકોની ઉપસ્થિતિમાં સંપન્ન થયેલા કાર્યક્રમમાં રાજેન્દ્ર પટેલ તથા પરબના સહતંત્રી પ્રફુલ્લ રાવલે ઉપસ્થિત રહી નવસર્જકોને જરૂરી સાહિત્યિક ગતિ વિધિઓની જાણ કરી હતી. આ કાર્યક્રમમાં પ્રખ્યાત કવિ શ્રી વિનોદ ગાંધીની વિશિષ્ટ ભૂમિકા રહી હતી. તદઉપરાંત કવિશ્રી સતીન દેસાઈ ‘પરવેઝ’ અને અનુરાધા વર્મા ઉપસ્થિત રહ્યાં હતાં. ગોધરા નવોદિત સર્જક સંવાદ કેન્દ્રના સંયોજક મધુકરભાઈ જોશીએ સંચાલન કર્યું હતું. હવે, દર માસે એક કાર્યક્રમ નિયમિત યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું કે.જી.પરમાર વિદ્યાલયના શ્રી સમરસિંહભાઈ તથા પી.ટી.આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજના પ્રિન્સીપાલશ્રીનો સાથ સાંપડ્યો હતો.

વલસાડમાં નવોદિત સર્જકો સાથે સંવાદ

ગુજરાતી સાહિત્ય પરિષદ તથા સાહિત્ય મિલનના ઉપક્રમે તા.૫-૧૦-૦૭ના રોજ વલસાડના સનાતન હોલમાં નવોદિત સર્જકો સાથે સંવાદ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું. અધ્યક્ષસ્થાનેથી કવિશ્રી ઉશનસે ખૂબ પ્રેરણાદાયી ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે પરિષદ પ્રમુખશ્રી કુમારપાળ દેસાઈ તથા સુધાબહેન પંડ્યાએ પણ નવોદિતોને માર્ગદર્શન સાંપડે તેવું વક્તવ્ય આપ્યું હતું. લગભગ ૩૫ નવસર્જકોમાંથી કેટલાકે પોતાની કૃતિનું પઠન કર્યું હતું. શ્રી રાજેન્દ્ર પટેલે કાર્યક્રમનું પધ્ધતિનુસાર સંચાલન કર્યું હતું. વલસાડની સાહિત્ય મિલન સંસ્થાના શ્રી અમૃતભાઈએ આ કાર્યક્રમ અંગે પાયાની ભૂમિકા ભજવી હતી. વલસાડના આ કેન્દ્રનું હવેથી સંચાલન દિનકર ટંડેલ અને મનોરમાબહેન કરશે. સનાતન હોલના ટ્રસ્ટીઓએ હોલમાં પ્રવૃત્તિ માટે નિ:શુલ્ક વાપરવા આપવાની ઉદારતા દાખવી હતી.

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.