પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૭

ગુજરાતી સાહિત્ય પરિષદ : ૪૪મું અધિવેશન, ૨૦૦૭

ગાંધીનગર કલ્ચરલ ફોરમના યજમાન પદે ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૪મું અધિવેશન તા.૨૦-૨૧-૨૨, ડિસેમ્બર-૨૦૦૭ દરમિયાન યોજાશે.

અધિવેશનના કાર્યક્રમની માહિતી (.pdf ફો્રમેટમાં):
૪૪મું અધિવેશન, ૨૦૦૭

ડિસેમ્બર ૨૦૦૭

(૧) રવીન્દ્રભવનના ઉપક્રમે તા.૩-૧૦-૦૭ના રોજ રવીન્દ્રનાથના કાવ્ય ‘એકાધારે તુમિઈ આકાશ, તુમિ નીડ’નો ત્રણ વક્તાઓએ અનિલા દલાલ, ભોળાભાઈ પટેલ અને નિરંજન ભગત - પોતાની દષ્ટિએ આસ્વાદ કરાવ્યો અને અર્થઘટન રજૂ કર્યું. આ નવા ઉપક્રમને શ્રોતાઓએ આનંદથી માણ્યો અને વધાવ્યો.
(૨) તા.૫-૧૦-૨૦૦૭ના રોજ વલસાડ મુકામે ત્યાંની આર્ટ્સ કૉલેજના સહયોગમાં શ્રી વ્રજલાલ દવે (સાહિત્યિક) વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન શ્રીમતી સુધાબહેન પંડ્યાએ ‘કાન્તનાં કાવ્યો’ પર આપ્યું. કાન્તનું ચિંતન એમનાં કાવ્યોમાંથી જે રીતે ઉપસે છે તેની સુંદર છણાવટ કરી. કાન્તનાં ખંડકાવ્યો અને અન્ય કાવ્યોમાં નિયતિની ક્રૂરતાને કારણે જે કરુણરસ વ્યાપ્ત છે તે વિશે હૃદ્યં વિશ્લેષણ કર્યું.
(૩) તા.૨૩-૧૦-૨૦૦૭ના રોજ શ્રીમતી સુધાબહેન દેસાઈ વવ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન પરિષદના ગોવર્ધન સ્મૃતિમંદિરમાં શ્રી ભરત દવેએ ‘આપણી રંગભૂમિ: રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં’ વિષય પર આપ્યું. તેમણે ખૂબ વિશદ રીતે અનેક દષ્ટાંતો આપી આપણી ગુજરાતી રંગભૂમિ અન્ય ભારતીય ભાષાઓની રંગભૂમિની તુલનામાં ક્યાં ઊભી છે તેની વાત કરી. આપણી રંગભૂમિની કેટલીક મર્યાદાઓ નિર્દેશી તેના ભાવિ વિકાસની જે સંભાવનાઓ છે તે પણ સ્પષ્ટપણે નાટકલેખન, દિગ્દર્શન, મંચન વગેરેનાં ઉદાહરણો આપી રજૂ કરી. ભરતભાઈએ આપેલા વિદ્વત્તાપૂર્ણ આલેખથી સૌ સંતુષ્ટ હતાં. પ્રમુખશ્રી કુમારપાળભાઈએ સમાપન કર્યું.



ગોધરામાં નવોદિત સર્જકો સાથે સંવાદ

ગુજરાતી સાહિત્ય પરિષદ, કે.જી.પરમાર વિદ્યાલય અને શેઠ પી.ટી.આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ ગોધરાના ઉપક્રમે કે.જી.પરમાર વિદ્યાલયના સંકુલમાં નવોદિત સર્જકો સાથે સંવાદ કાર્યક્રમ ગોધરા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૧૭ નવસર્જકોએ પોતાની રચનાઓ રજૂ કરી હતી. ૩૫ સાહિત્ય રસિકોની ઉપસ્થિતિમાં સંપન્ન થયેલા કાર્યક્રમમાં રાજેન્દ્ર પટેલ તથા પરબના સહતંત્રી પ્રફુલ્લ રાવલે ઉપસ્થિત રહી નવસર્જકોને જરૂરી સાહિત્યિક ગતિ વિધિઓની જાણ કરી હતી. આ કાર્યક્રમમાં પ્રખ્યાત કવિ શ્રી વિનોદ ગાંધીની વિશિષ્ટ ભૂમિકા રહી હતી. તદઉપરાંત કવિશ્રી સતીન દેસાઈ ‘પરવેઝ’ અને અનુરાધા વર્મા ઉપસ્થિત રહ્યાં હતાં. ગોધરા નવોદિત સર્જક સંવાદ કેન્દ્રના સંયોજક મધુકરભાઈ જોશીએ સંચાલન કર્યું હતું. હવે, દર માસે એક કાર્યક્રમ નિયમિત યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું કે.જી.પરમાર વિદ્યાલયના શ્રી સમરસિંહભાઈ તથા પી.ટી.આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજના પ્રિન્સીપાલશ્રીનો સાથ સાંપડ્યો હતો.

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.