પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૮
જાન્યુઆરી ૨૦૦૮
આગામી કાર્યક્રમો
પુસ્તકમેળો
મેઘાણી પ્રાંગણમાં
તા.૧૯-૧-૨૦૦૮થી ૨૭-૧-૨૦૦૮ સુધી. એ દિવસો દરમ્યાન વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.
ધરમપુરમાં યોજાયેલું સાહિત્યપર્વ
- રવીન્દ્રભવનના ઉપક્રમે શ્રી રવીન્દ્રનાથના કાવ્ય 'સોનાર તરી'નું વિશ્લેષણ
- શ્રી નારાયણ દેસાઈના અભિવાદનનો કાર્યક્રમ (મુંબઈ)
- ગાંધીનગરમાં પરિષદનું ૪૪મું અધિવેશન ડિસેમ્બર ૨૦૦૭માં યોજાઈ ગયું
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રાયોજિત 'ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ' ગ્રંથશ્રેણીના સાતમા અને આઠમા ગ્રંથ માટે ઈતિહાસ-લેખનમાં રસ ધરાવનારા સૌ વિદ્વાનોને હાર્દિક વિનંતી છે કે તેઓ કયા સાહિત્યસ્વરૂપના લેખકોના આલેખ લખવામાં રસ ધરાવે છે તે વિગત નામ-સરનામાં સાથે લખી જણાવે.
ધરમપુરમાં યોજાયેલું સાહિત્યપર્વ
ગુજરાતી સાહિત્ય પરિષદ અને શ્રીમદ રાજચંદ્ર આશ્રમ – ધરમપુરના સંયુક્ત ઉપક્રમે ડિસેમ્બરની પહેલી-બીજી તારીખે ‘ભારતીય કવિતામાં તત્ત્વદર્શન’ વિશે સાહિત્યપર્વ
ઊજવાઈ ગયું. નિર્ગુણ કાવ્યધારા, વૈષ્ણવ પરંપરા, જૈનદર્શન અને ભારતીય કવયિત્રીઓની કવિતા – આમ કવિતામાં જુદા જુદા વિષયો પર વિદ્વાન વક્તાઓએ વક્તવ્યો
આપ્યાં હતાં.
સત્રની ઉદઘાટનબેઠકનો પ્રારંભ પ્રાર્થનાથી થયો. એ પછી દીપપ્રાગટ્ય કરીને આ સાહિત્યપર્વને વિધિવત ખુલ્લું મૂક્યું. ગુજરાતી સાહિત્ય પરિષદનાં મંત્રી શ્રી
અનિલાબહેન દલાલે સાહિત્યપર્વની ભૂમિકા બાંધી આપી. તેમણે કહ્યું કે દેશના જુદા જુદા પ્રદેશોમાં પોતાના ઈષ્ટદેવની ઉપાસનાને સંતો-ભક્તો કેવી રીતે વ્યક્ત કરે છે તેનો
પરિચય આ બધી બેઠકોમાંથી મળશે. પૂજ્ય શ્રી રાકેશભાઈ ઝવેરીએ મંગલ પ્રવચન આપતાં કહ્યું, સામાન્યપણે પરમાત્માની પ્રાપ્તિ માટે ભક્ત ભગવાનની શોધમાં નીકળે છે.
સંતો કહે છે આમાં ભૂલ થાય છે. પરમાત્માની પ્રાપ્તિ માટે પરમાત્માને શોધવા નીકળવું તે ભૂલ છે. એ તો એવું કહેવાય કે જેમ એક અંધ વ્યક્તિ પ્રકાશની શોધમાં નીકળે.
પરમાત્માપ્રાપ્તિની અને ભક્તિકવિતાની વાત કરીને લલિતકલાઓ અને તેમાં પણ સાહિત્યકલાની તેમણે વાત કરી. સાહિત્ય અભિવ્યક્તિનું માધ્યમ છે. તેની અસર વાણી-વર્તનમાં
પણ પડે છે. એમણે કહ્યું કે સાહિત્યનું નિમંત્રણ એટલે વિરાટનું નિમંત્રણ.
....વધુ વાંચો »
આર્કાઈવ્ઝ
સંકલન: અનિલા દલાલ
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.