પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૮

ફેબ્રુઆરી ૨૦૦૮

આગામી કાર્યક્રમો


કવિલોક ટ્રસ્ટની સુવર્ણજયન્તી નિમિત્તે મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહના કાવ્યપઠનનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ: ૧૩ ફેબ્રુઆરી ૨૦૦૮ બુધવાર, સમય: સાંજે ૬ વાગ્યે


  • રવીન્દ્રભવનના ઉપક્રમે રવીન્દ્રનાથના અંતિમ કાવ્યસંગ્રહ `શેષલેખા'

  • 'આપણો સાહિત્યવારસો' તા.૮-૧-૨૦૦૮ને મંગળવારે યોજાયો
  • પાક્ષિકી-પર્વ
  • 'તુલનાત્મક ભારતીય સાહિત્ય' વિશે પરિસંવાદ
  • તા.૧૯-૧થી તા૨૭-૧ દરમિયાન પરિષદ આયોજિત નવ દિવસીય પુસ્તકમેળો

રવીન્દ્રભવન -અંતિમ કાવ્યસંગ્રહ `શેષલેખા'

તા.૨-૧-૨૦૦૮ના રોજ રવીન્દ્રભવનના ઉપક્રમે રવીન્દ્રનાથના અંતિમ કાવ્યસંગ્રહ `શેષલેખા'નાં ખુરસી વિશેનાં બે કાવ્યો વિશે આરંભમાં શ્રી ચંદ્રકાન્ત શેઠે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. પછી શ્રી ભોળાભાઈ પટેલે શ્રીમતી કેતકી કુશારિ ડાયસનના પુસ્તક `In your Blossoming Flower-Garden'માં વિક્ટોરિયા ઓકામ્પો અને રવીન્દ્રનાથ વચ્ચેના પત્રવ્યવહારના શ્રીમતી કેતકીએ કરેલા સંશોધન વિશેની માહિતી આપી. છેલ્લે શ્રી નિરંજન ભગતે ખુરસી પરનાં કાવ્યોનું પોતાનું વિશ્લેષણ અને મૂલ્યાંકન મૂકી આપ્યું.


'આપણો સાહિત્યવારસો'

પરિષદના ઉપક્રમે યોજાતા ગુજરાતી ભાષાના વિદ્યમાન સર્જકોનું સ્વરચિત કૃતિઓમાંથી પઠન અને પોતાની કેફિયતનો કારક્રમ 'આપણો સાહિત્યવારસો' તા.૮-૧-૨૦૦૮ને મંગળવારે યોજાયો, જેમાં ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર-વાર્તાકાર શ્રી વીનેશ અંતાણીએ પોતાની કેફિયત આપી.

પાક્ષિકી-પર્વ

'તુલનાત્મક ભારતીય સાહિત્ય' વિશે પરિસંવાદ

તા.૧૯-૧થી તા૨૭-૧ દરમિયાન પરિષદ આયોજિત નવ દિવસીય પુસ્તકમેળો

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.