પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૮

જુલાઈ ૨૦૦૮

  • ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિ તેમજ કાર્યવાહક સમિતિના સ્થાનિક સભ્યો, અન્ય સાહિત્યકારો તેમજ કેટલાક કર્મશીલોની એક બેઠક, સ્વ.ઉમાશંકર જોશીના એકાંકીસંગ્રહ 'સાપના ભારા' ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસક્રમમાંથી કાઢી નાખવામાં આવ્યો, ઉત્તર ગુજરાતમાં સળગાવવામાં આવ્યો, ગુજરાત યુનિવર્સિટીની અભ્યાસક્રમ સમિતિ પણ અભ્યાસક્રમમાંથી સંગ્રહને રદ કરવા વિચારી રહી છે એ ચિંતાજનક ઘટનાના સંદર્ભે, પરિષદ-પ્રમુખશ્રી નારાયણ દેસાઈના સૂચનથી પરિષદભવનમાં તા.૨૫-૫-૨૦૦૮ સાંજે યોજવામાં આવી હતી. શ્રી નારાયણ દેસાઈના અધ્યક્ષસ્થાને મળેલી એ સભાએ સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો:
  • ૨૮-૫-૦૮ કવિલોક ટ્રસ્ટની શતાબ્દીનું વર્ષ હોવાથી પરિષદભવનમાં શ્રી ભોળાભાઈ પટેલે બંગાળી કવિ શ્રી બુધ્ધદેવ બસુની કવિતા વિશે અભ્યાસપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું.
  • સાહિત્ય-સંગમ, સુરત તરફથી અમદાવાદમાં 'સાહિત્ય-સંકુલ' પુસ્તક-પ્રકાશન-વેચાણના કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું.
  • તા.૫-૬-૨૦૦૮ - રવીન્દ્રભવનના ઉપક્રમે શ્રી શૈલેષભાઈ પારેખે તેમની રવીન્દ્રભૂમિની યાત્રા વિશે - એ વિશિષ્ટ સ્થળો વિશે, પોતાના અનુભવોની વાત કરી અને પછી બે મહિના ઉપર દિલ્હીમાં મળેલી રવીન્દ્રનાથ વિશેની બેઠકો - પરિસંવાદ - સંગીત - નૃત્યની પણ વિગત આપી.
  • 'આપણો સાહિત્યવારસો' અંતર્ગત 'દરિયાપારના સર્જકો' એ શ્રેણીમાં સાહિત્ય પરિષદના ઉપક્રમે યુ.એસ.એ.થી આવેલ કવિશ્રી અદિલ મન્સૂરીના કાવ્યપઠનનો કાર્યક્રમ તા.૧૦-૬-૦૮ની સાંજે યોજાઈ ગયો.
  • તા.૧૨-૬-૦૮ -શ્રી પ્રદીપ ખાંડવાલા સાથે નવોદિત કવિઓનું એક મિલન પરિષદના ઉપક્રમે યોજવામાં આવ્યું.
  • પરિષદ અંતર્ગત એનીબહેન સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિના ઉપક્રમે આ વર્ષે બહેનો માટે નિબંધ-લેખનની સ્પર્ધા યોજવામાં આવી છે.
  • મુંબઈની અગ્રગણ્ય મરાઠી સંસ્થા "સાને ગુરુજી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટ" દ્વારા ૪થી મે એ શ્રી નારાયણ દેસાઈનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
  • ગુજરાતી ભાષા અને સાહિત્ય ક્ષેત્રે સક્રિય એવી સાહિત્યિક તથા શૈક્ષણિક સંસ્થાઓને જણાવતાં આનંદ થાય છે કે ગુજરાતી સાહિત્ય પરિષદ સાહિત્યિક આબોહવાને જીવંત રાખવા વિવિધ વ્યાખ્યાનમાળાઓનું આયોજન કરે છે.


....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.