પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૮
ઓક્ટોબર ૨૦૦૮
- ગુજરાતી સાહિત્ય પરિષદ અને જયન્તિ દલાલ સ્મૃતિસમિતિના સંયુક્ત ઉપક્રમે રવિવાર તા.૨૪-૮-૨૦૦૮ના રોજ સાંજે રા.વિ.પાઠક સભાગૃહમાં વક્તવ્ય અને દ્રષ્યશ્રાવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
- ગુજરાતી સાહિત્ય પરિષદ અને પ્રગતિ મિત્ર મંડળ (મુંબઈ - બોરીવલી - કાંદીવલી)ના સંયુક્ત ઉપક્રમે 'કવિઓની નવાજૂની' કાર્યક્રમનું આયોજન તા.૩૧-૮-૨૦૦૮ના રોજ કરવામાં આવ્યું.
- રવીન્દ્રભવન, ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે 'રવીન્દ્ર-સંગીત: વર્ષાગીતો' કાર્યક્રમનું આયોજન તા.૩-૯-૨૦૦૮ ને બુધવારે સાંજે પરિષદભવનમાં થયું હતું.
- ગુજરાતી સાહિત્ય પરિષદની 'આપણો સાહિત્યવારસો' શ્રેણીમાં તા.૫-૯-૨૦૦૮ના રોજ સાંજે મલયાળમ અને અંગ્રેજીના કવિ શ્રી.કે.સચ્ચિદાનંદન(પૂર્વસચિવ, સાહિત્ય અકાદેમી, દિલ્હી)ના કાવ્યપઠનનો કાર્યક્રમ યોજાયો.
- પરિષ્દ અંતર્ગત શ્રી એચ.એમ.પટેલ અનુવાદ કેન્દ્રના ઉપક્રમે શ્રી પ્રદીપ ખાંડવાલા દ્વારા અંગ્રેજીમાં અનૂદિત ગુજરાતી કવિઓનાં કાવ્યોના સંગ્રહ 'beyond the Beaten Track'નો લોકાર્પણવિધિ તા.૬-૯-૨૦૦૮ના રોજ પરિષદભવનમાં યોજાયો.
- ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિક્ષણ મહાવિદ્યાલય - ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે તા.૧૨-૯-૨૦૦૮ના રોજ શ્રી વ્રજલાલ દવે - શિક્ષણવિષયક વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનનું આયોજન થયું.
- તા.૧૨-૯-૨૦૦૮ના તોજ લુણાવડા આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સ કૉલેજમાં ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ પ્રેરિત 'નવોદિત સર્જકો સાથે સંવાદ' પ્રવૃત્તિ અંતર્ગત ટૂંકી વાર્તા પર એકદિવસીય સંવાદ થયો.
- ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સંચાલિત 'પાક્ષિકી'ના ઉપક્રમે તા.૪-૯-૨૦૦૮ની સાંજે શ્રી અનિલ વ્યાસે તેમજ તા.૧૮-૯-૨૦૦૮ની સાંજે શ્રી કલ્પેશ પટેલે તેમની અપ્રગટ વાર્તાઓનું પઠન કર્યું હતું.
- તા.૯-૯-૨૦૦૮ના રોજ એચ.કે.આર્ટસ તેમજ તા.૧૩-૯-૨૦૦૮ના રોજ આર.એચ.પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજનાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ પરિષદના વિવિધ વિભાગોની સવિસ્તારપૂર્વકની માહિતી લીધી હતી.
- એનીબહેન સરૈયાલેખિકા પ્રોત્સાહન નિધિના ઉપક્રમે યોજવામાં આવેલી નિબંધસ્પર્ધામાં કાલિન્દી પરીખને પ્રથમ ઈનામ મળ્યું છે. પારિતોષિકવિતરણ સમારંભ તા.૧૧-૧૦-૨૦૦૮ના રોજ મુંબઈ મુકામે યોજાયો.
....વધુ વાંચો »
આર્કાઈવ્ઝ
સંકલન: અનિલા દલાલ
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.