પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૮
ડિસેમ્બર ૨૦૦૮
ગુજરાતી સાહિત્ય પરિષદ - પચ્ચીસમું જ્ઞાનસત્ર
- પચ્ચીસમું જ્ઞાનસત્ર: ગુજરાતી સાહિત્ય પરિષદનું પચ્ચીસમું જ્ઞાનસત્ર કીમ એજ્યુકેશન સોસાયટીના નિમંત્રણથી તા.૨૬-૨૭-૨૮ ડિસેમ્બર, ૨૦૦૮ દરમિયાન કીમ (જિ.સુરત) મુકામે શ્રી નારાયણભાઈ દેસાઈના પ્રમુખસ્થાને યોજાશે.
- તા.૮-૧૧-૨૦૦૮: 'નવચેતન'ના તંત્રી શ્રી મુકુંદભાઈ શાહના અવસાન નિમિત્તે પરિષદ, વિશ્વકોશ, સાહિત્યસભા, ગુજરાતી સાહિત્ય અકાદમી, અખંડઆનંદ, બાળસાહિત્ય અકાદમી વગેરે સંસ્થાઓના ઉપક્રમે શોકસભાનું આયોજન થયું.
- તા.૯-૧૧-૨૦૦૮:કવિશ્રી આદિલ મન્સૂરીના અવસાન નિમિત્તે પરિષદ, વિશ્વકોશ, સાહિત્યસભા, ગુજરાતી સાહિત્ય અકાદમી, અખંડઆનંદ, બાળસાહિત્ય અકાદમી તેમજ અન્ય સંસ્થાઓના ઉપક્રમે કવિને શોકાંજલિ અર્પવામાં આવી.
- રવીન્દ્રભવનના ઉપક્રમે તા.૫-૧૧-૦૮ રવીન્દ્રનાથના કાવ્યસંગ્રહ 'શેષલેખા'માંના કાવ્ય 'પ્રથમ દિનેર સૂર્ય' વિશે શ્રી શૈલેષ પારેખે સંદર્ભો તેમજ અન્ય વિગતો સાથે ચર્ચા કરી.
- તા.૧૮-૧૧-૦૮: સર્જકો સાથે શ્રી રાજેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સંવાદ યોજાયો.
- ગુજરાતી સાહિત્ય પરિષદ તથા શિશુવિહાર: બુધસભા ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તા.૧૯-૧૧-૨૦૦૮ના રોજ સદ.યશવંત પંડ્યા સ્મારક વ્યાખ્યા નમાળાનું ૩૩મું વ્યાખ્યાન શ્રી મહેન્દ્રસિંહ પરમારે આપ્યું.
- અનુવાદ કેન્દ્ર: ગુજરાતી સાહિત્ય પરિષદે ગુજરાતીમાંથી અન્ય ભાષામાં અનુવાદિત થયેલાં પુસ્તકોની એક સૂચિ તૈયાર કરવાનો પ્રકલ્પ લીધો છે. સર્વ મિત્રોને વિનંતી કે અન્ય ભાષામાં અનૂદિત પુસ્તકોની એમને જાણકારી હોય તો તે અંગેની માહિતી, મૂળ લેખક, અનુવાદ, પ્રકાશકનાં નામ-સરનામાં સાથેની માહિતી પરિષદના અનુવાદ કેન્દ્રને જણાવે. આ સૂચિ અનુવાદ કેન્દ્રની હવે પછીની પ્રવૃત્તિને આયોજિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.
....વધુ વાંચો »
આર્કાઈવ્ઝ
સંકલન: અનિલા દલાલ
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.