પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૯

જાન્યુઆરી-૨૦૦૯

આગામી કાર્યક્રમો

  • તા.૭-૨-૨૦૦૯: શ્રી ગની દહીંવાલા વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન શ્રી હેમંત ધોરડા મુંબઈ મુકામે, મુંબઈ યુનિવર્સિટીના સહયોગમાં બપોરે ૪.0 વાગે આપશે. વિષય છે 'ગુજરાતી કાફિયાશાસ્ત્ર'.

  • પરિષદ અંતર્ગત શ્રી જયંતિ એમ.દલાલ ષષ્ઠિપૂર્તિ ફાઉન્ડેશનના ઉપક્રમે શ્રી ધીરુ પરીખ તા.૧૭-૧-૨૦૦૯ના રોજ શ્રી જય વસાવડા લિખિત 'પથ્થર થર થર ધ્રુજે' (The Shuddering Stones) રચના પર વક્તવ્ય આપશે.
  • પરિસંવાદ: તા.૨૭-૧-૦૯ અને ૨૮-૧-૦૯ના દિવસોએ ગુજ.સા.અકાદમીના સહયોગમાં પરિષદ ભવનમાં 'સાહિત્યમાં વિવિધ સમાજોનું નિરૂપણ' એ વિષય પર પરિષદ-પ્રમુખ શ્રી નારાયણ દેસાઈની અધ્યક્ષતામાં એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
  • ફેબ્રુઆરી ૨૦૦૯ના બીજા અઠવાડિયામાં રવિશંકર રાવળ વ્યાખ્યાન શ્રેણીના ઉપક્રમે શ્રી નવરોઝ કોંટ્રાક્ટર શ્રેણીનું છઠ્ઠું વ્યાખ્યાન પરિષદભવનમાં આપશે.

જાન્યુઆરી

  • પરિષદ સંચાલિત રવીન્દ્રભવનના ઉપક્રમે તા.૩-૧૨-૨૦૦૮ના સાંજે રવીન્દ્રનાથના છેલ્લા કાવ્યસંગ્રહ 'શેષલેખા'ના અંતિમ કાવ્ય નં.૧૫ વિશે શ્રી નિરંજન ભગતે કાવ્યના પઠન પછી ચર્ચા કરી.

  • પરિષદના 'સર્જક સાથે સંવાદ' કાર્યક્રમમાં તા.૨-૧૨-૦૮ના રોજ દીવાન ઠાકોરે વાર્તાલેખક તરીકે વાર્તાલેખનની કેફિયત આપી હતી.
  • પરિષદ અંતર્ગત એનીબહેન સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિના ઉપક્રમે બાળસાહિત્યનાં લેખનમાં અને લેખન વિશેની પ્રક્રિયામાં લેખિકાઓ સક્રિય બને તેની ચર્ચા-વિચારણા માટે શ્રી ધીરુબહેન પટેલની ઉપસ્થિતિમાં એક સભાનું આયોજન તા.૮-૧૨-૦૮ના રોજ કરવામાં આવ્યું હતું.
  • તા.૧૧-૧૨-૦૮ના રોજ શ્રી ઉશનસ વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન વલસાડ મુકામે શ્રી નીરવ પટેલે આપ્યું.
  • પરિષદ અને શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ભરૂચના સંયુક્ત ઉપક્રમે શ્રી સુધાબહેન દેસાઈ વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન ભરૂચ મુકામે યોજાયું.
  • 'સર્જક સાથે સંવાદ' અંતર્ગત તા.૧૬-૧૨-૦૮ના રોજ શ્રી ધીરુબહેન પટેલ અને શ્રી રતિલાલ બોરીસાગરે સર્જકોને શુદ્ધ લેખન અને ભાષાશુદ્ધિ વિશે સમજ આપી લેખનમાં કેવી રીતે આ બાબતો પાયામાં રહેલી છે તેની સ્પષ્ટતા કરી.

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.