પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૯
એપ્રિલ-૨૦૦૯
એપ્રિલ
ચિ.મં.ગ્રંથાલયના ઉપક્રમે બાળવિભાગ અન્વયે બાળકોની ગુજરાતી ભાષા પ્રત્યેની રુચિ વધે અને ગુજરાતી ભાષાને વેગ મળે તેવા આશયથી તા.૨૭-૨ના રોજ બાળપુસ્તકવાંચન સ્પર્ધાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અતિથિવિશેષ તરીકે શ્રી પ્રિયવદનભાઈ રાંદેરિયાને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
- અંજલિ: વિનોદ મેઘાણીની ચિરવિદાય - નિયતિ એ તો નિયતિ. 15 ફેબ્રુઆરીએ વિનોદભાઈ 'હું આવું છું' કીધા વગર ચાલ્યા ગયા. તેમને અંજલિ.
- સાબરમતી આશ્રમમાં તા.૩૦-૧-૨૦૦૯ ના રોજ, શ્રી શૈલેષ પારેખ સંપાદિત નાટક 'ધ પ્રોફેટ એન્ડ ધ પોયેટ' રવીન્દ્રભવનના ઉપક્રમે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
- 'સર્જક સાથે સંવાદ' અંતર્ગત તા.૩-૩-૦૯ના રોજ શ્રી અજય રાવળે માર્ગદર્શન આપ્યું.
- તા.૫-૩ના રોજ પાક્ષિકીના ઉપક્રમે શ્રીદક્ષાબહેન પટેલની વાર્તાનું પઠન અને પછી તેની વિશેષતાઓ વિશે ચર્ચા થઈ.
- તા.૧૭-૩ ના રોજ શ્રી રતિલાલ બોરીસાગરની ઉપસ્થિતિમાં શુદ્ધ લેખન વિશે આસ્વાદમૂલક ચર્ચાનો કાર્યક્રમ યોજાયો.
- દિલ્હીની સાહિત્ય અકાદમી તરફથી તા.૧૪-૩ અને તા.૧૫-૩ના દિવસોએ પરિષદના પરિવેશમાં અને પરિષદપ્રમુખ નારાયણભાઈ દેસાઈની સતત ઉપસ્થિતિમાં 'હિંદ સ્વરાજ'ની શતાબ્દી નિમિત્તે એક પરિસંવાદનું આયોજન થયું હતું.
- તા.૧૪-૩ ની સાંજે ગુજરાતી સાહિત્ય પરિષદના સહયોગમાં વિનોદીની નીલકંઠ - મનુભાઈ પરીખ સ્મૃતિસંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.
....વધુ વાંચો »
આર્કાઈવ્ઝ
સંકલન: અનિલા દલાલ
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.